પોલીસ અધિકારીના ૨૨ વર્ષના દીકરાએ નાની ઉંમરમાં જ IPS બનીને પિતાનું અધૂરું સપનું પૂરું કર્યું.
માતા પિતા બાળકોને બાળપણથી જેમાં સંસ્કાર આપે છે. મોટા થઈને તે જ સંસ્કરો બાળકોમાં દેખાય છે. પોલીસ અધિકારીના દીકરાએ ફક્ત ૨૨ વર્ષની ઉંમરે IPS બનીને પોતાના પોલીસ અધિકારી પિતાનું નામ રોશન કર્યું છે.
સંજય વર્મા મિર્જાપુરના SP તરીકે પોતાની ફરજ નિભાવી રહયા છે. તેમનો દીકરો આદિત્ય હજુ તો ૨૨ વર્ષનો જ છે.આદિત્યએ ફક્ત ૨૨ વર્ષની ઉંમરમાં UPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરીને પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું.
આદિત્યએ જણાવ્યું કે તેના પિતા પોલીસમાં છે તો તેને બાળપણથી જ એ પ્રેરણા મળી હતી કે તે પોલીસ અધિકારી બને અને તેને નક્કી કરી દીધુ હતું કે UPSC ની તૈયારી કરશે અને તેને પોતાની કોલેજ સાથે સાથે જ UPSC ની તૈયારે શરૂ કરી દીધી હતી.
જયારે આદિત્યએ પોતાની કોલેજ પત્યા પછી UPSC માં પોતાના પ્રથમ પ્રયાસ માંજ પરીક્ષા પાસ કરીને દરેક લોકોને ચોંકાવી દીધા હતા કે આ દીકરાએ આટલી નાની ઉંમરમાં મોટી સફળતા પ્રાપ્ત કરીને બધા જ લોકોને ચોંકાવી દીધા હતા. જયારે તેના પિતાને ખબર પડી કે તેમનો દીકરો IPS બની ગયો છે.
તે તરત જ ઘરે આવી ગયા હતા અને પોતાના દીકરાને ભેટી પડ્યા હતા. આજે દીકરો તેમનો પણ ઉપરી અધિકારી બની ગયો અને એક પિતા માટે આનાથી ગર્વની વાત બીજી કઈ હોઈ શકે છે. દરેક માતા પિતા તેમના જીવનમાં આ દિવસની રાહ જોઈ રહયા હોય છે.