આ દીકરીએ માતા-પિતાની સેવા કરવા માટે પોતે લગ્ન નથી કર્યા અને હાલ સુધીમાં હજારો લોકોના લગ્ન કરાવીને સમાજ સેવાનું કામ કરી રહ્યા છે.
આજના સમયમાં ઘણા એવા લોકો આપણી આસપાસ રહે છે તે લોકોએ તેમના જીવનમાં એક જ નિયમ લઇ લીધો હોય છે કે તેઓ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી લોકોની મદદ કરતા જ રહેશે. આજ સુધી આપણે ઘણા એવા લોકોને જોયા હશે,
આજે એક એવા જ મહિલા વિષે જાણીએ જેઓએ તેમના માતા-પિતાની સેવા કરવા માટે પોતા લગ્ન નથી કર્યા.સાથે આજ સુધી તેઓએ કેટલાય લોકોના લગ્ન કરાવીને ૩૮ જેટલા કન્યાદાન પણ કર્યા છે. આ મહિલા મૂળ ભાવનગરના છે અને તેમનું નામ કૌશલ્યાબેન દેસાઈ છે.
તેઓએ તેમના જીવનમાં લગ્ન નથી કર્યા કેમ કે તેમના માતા-પિતાની સેવા કરવી હતી અને તેમની સેવા માટે તેઓએ તેમનું આખું જીવન સમર્પિત કરી દીધું છે. સાથે તેઓએ લગ્ન નથી કર્યા પણ બીજા ઘણા લોકોને લગ્ન કરાવ્યા છે.
તેઓએ લગ્ન કરાવીને તેમના ખર્ચે સમૂહ લગ્ન પણ કરાવ્યા છે. તેની સાથે સાથે તેઓએ ૩૮ જેટલા કન્યાદાન પણ કર્યા છે અને સમાજમાં નવો દાખલો બેસાડ્યો છે. આજે ઘણી દીકરીઓની માં બનીને તેમની વહારે આવી તેમના પણ કન્યાદાન પણ કર્યા છે.
આ મહિલાએ જે દીકરીઓ અનાથ હોય, એકલી થઇ ગઈ હોય એવી દીકરીઓની માતા બને છે અને તેમના લગ્ન કરાવે છે.આમ સમાજમાં આ સેવાના કામ કરીને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે અને આજે આ મહિલા બીજી ઘણી મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઇ છે.
સાથે જ તેમના આ સેવાના કામને જોઈને તેમને કેટલાય એવોર્ડ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. આજે બધા જ લોકો તેમની સેવાને સલામ કરી રહ્યા છે.