Lucknow ની દીકરી Ritu Karidhal, જેના ઈશારે ચંદ્રયાન-3 એ ચંદ્ર પર કર્યું સફળતાપૂર્વક લેન્ડિંગ, જાણો કોણ છે ભારતની રોકેટ વુમન
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISROના ચંદ્રયાન-3 મિશનએ આજે ઈતિહાસ રચી દીધો છે ભારત દેશ ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરનાર પ્રથમ દેશ બની ગયો છે આ સાથે જ અમેરિકા રશિયા અને ચીન પછી ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બની ગયો છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISROના ચંદ્રયાન-3 મિશનને ભારતના સાત વૈજ્ઞાનિકો દરેક તબક્કે માર્ગદર્શન આપી રહ્યા છે અને તેમણે ચંદ્રયાનને ચંદ્રની સપાટી પર લેન્ડ કરાવ્યું છે અને હવે આગળની પ્રક્રિયા પર ધ્યાન આપી રહ્યા છે આ સાત વૈજ્ઞાનિકોમાંથી એક છે.
રિતુ કરિધલ શ્રીવાસ્તવ ઈસરો પાસેથી મળતી જાણકારી અનુસાર રિતુ કરીધલના ઈશારે ચંદ્રયાન-3 એ ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે રિતુ કરીધલ ચંદ્રયાન-3ના મિશન ડાયરેક્ટર છે કરિધલ ચંદ્રયાન-2 સહિત અનેક સ્પેસ મિશનનો ભાગ રહી ચૂકી છે ત્યારે જાણો કોણ છે ચંદ્રયાન-3 મિશનને લીડ કરનાર મહિલા વૈજ્ઞાનિક રિતુ કરિધલ શ્રીવાસ્તવ.
લખનૌની વૈજ્ઞાનિક રિતુ કરિધલ શ્રીવાસ્તવને ભારતની રોકેટ વુમન તરીકે પણ ઓળખવામાં આવે છે તે આ મિશનને લીડ કરી રહી છે આટલું મોટું મિશન એક મહિલાના હાથમાં સોંપીને ભારતે મહિલા સશક્તિકરણની નવી મિશાલ રજૂ કરી છે.
રીતુને નાનપણથી જ રોકેટ સાયન્સ અને ચંદ્ર અને તારાઓમાં રસ હતો તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં એસસી અને એમએસસી કર્યું છે ત્યારબાદ એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી રિતુ 26 વર્ષ પહેલા એટલે કે 1997માં ઈસરોમાં એન્જિનિયર તરીકે જોડાઈ હતી.
એરોસ્પેસમાં વિશેષજ્ઞતા ધરાવતી રિતુને વર્ષ 2007માં યંગ સાયન્ટિસ્ટ એવોર્ડનો મળી ચૂક્યો છે આ ઉપરાંત રિતુને માર્સ આર્બિટર મિશન માટે ઈસરો ટીમ એવોર્ડ ડો એપીજે અબ્દુલ કલામ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ સોસાયટી ઓફ ઈન્ડિયન એરોસ્પેસ ટેકનોલોજી એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા એરોસ્પેસ વુમન એચિવમેન્ટ એવોર્ડ અને એએસઆઈ ટીમ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.