નવા બોયફ્રેન્ડ બાદ Malaika Arora એક્સ વિશે આ શું બોલી- તેણે મારી સાથે..
Malaika Arora : અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને પોતાની લાઈફ સંબંધિત અપડેટ્સ ચાહકો સાથે શેર કરતી રહે છે.
મલાઈકા અને અર્જુન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ હવે બંને વચ્ચેના સંબંધ તૂટવાના અહેવાલો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલાં અર્જુન કપૂરે એક ઇવેન્ટ દરમિયાન પોતે સિંગલ હોવાની વાત કહી દીધી હતી, જેનાથી આ ચર્ચાઓને વધુ જોર મળ્યું છે.
મલાઈકા અરોરાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં આ મામલે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તે હંમેશા પોતાની વ્યક્તિગત જિંદગી વિશે ખૂબ જ પ્રાઇવેટ રહી છે અને તેવું જ તેણે આ વખતે પણ સૂચવ્યું.
મલાઈકા અરોરા એ કહ્યું કે, “આ તેની પોતાની સમજ છે અને તે પોતાની લાઈફ વિશે જેવું કહેવું હોય તે કહી શકે છે.” મલાઈકા એ સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયથી તેની જીંદગીમાં ઘણા પડકારો આવ્યા છે, પરંતુ તે હવે પોઝિટિવ સ્થિતિને અપનાવીને આગળ વધવા ઈચ્છે છે.
તેણે ઉમેર્યું કે, “હવે સમય છે આગળ વધવાનો અને નવા વર્ષને ખુશીથી અપનાવવાનો.” આ નિવેદન સાથે મલાઈકાએ સ્પષ્ટ કરી દીધું કે તે અર્જુન કપૂર વિના પોતાની નવી શરૂઆત માટે તૈયાર છે.
મહત્વનું છે કે મલાઈકાના પિતાનું નિધન થયું ત્યારે અર્જુન કપૂર તેને સાથ આપતો જોવા મળ્યો હતો, જેના કારણે ચાહકોને લાગ્યું હતું કે બંને વચ્ચેનો સંબંધ બરાબર છે.
પરંતુ અર્જુનના તાજેતરના નિવેદન પછી તેમના બ્રેકઅપની ખબરોને પુષ્ટિ મળી છે. મલાઈકા અને અર્જુનના રસ્તા હવે અલગ થઈ ગયા છે, અને બંનેએ જીવનમાં આગળ વધવાનો નિર્ણય લીધો છે.
વધુ વાંચો: