google-site-verification: googlec8654436f05b508b.html

Malaika Arora એ Arjun Kapoor સાથે ‘હોથ રસીલે’ ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ, video viral

Malaika Arora એ Arjun Kapoor સાથે ‘હોથ રસીલે’ ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ, video viral

Malaika Arora and Arjun Kapoor dance : બોલિવૂડ એક્ટ્રેસ Malaika Arora આજે તેનો 48મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ અવસર પર ફેન્સની સાથે સેલિબ્રિટીઓએ પણ Malaika Arora ને અભિનંદન પાઠવ્યા હતા. બોયફ્રેન્ડ Arjun Kapoor Malaika Aroraને ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી. હવે Malaika Aroraના જન્મદિવસની ઉજવણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં Malaika Arora બોયફ્રેન્ડ Arjun Kapoor સાથે જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. Malaika Aroraએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કર્યો છે.

આ વીડિયોમાં Malaika Arora એ મરૂન અને બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે જ્યારે Arjun Kapoor બ્લેક કલરના શોર્ટ આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં Malaika Arora અને Arjun Kapoor ‘હોથ રસીલે’ ગીત પર જબરદસ્ત સ્ટાઈલમાં ડાન્સ કરી રહ્યાં છે. આ વીડિયોમાં Malaika Arora અને Arjun Kapoorના એક્સપ્રેશનને લોકો પસંદ કરી રહ્યા છે. Malaika Aroraના આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Malaika Arora અને Arjun Kapoorના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે , “જ્યાં સુધી તેઓ લગ્ન નહીં કરે ત્યાં સુધી તેઓ આવા જ રહેશે.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, આ બંને ખૂબ જ ક્યૂટ છે. અન્ય એક યુઝરે લખ્યું કે, “Malaika Arora અને Arjun Kapoorના એક્સપ્રેશન એકદમ ક્યૂટ લાગી રહ્યા છે.” Malaika Arora અને Arjun Kapoorના આ વીડિયો પર અન્ય એક યુઝરે લખ્યું કે, ઉંમર મેચ થાય કે ન થાય પરંતુ વાઈબ્સ મેચ થવા જોઈએ. તમને જણાવી દઈએ કે Malaika Arora અને Arjun Kapoor લાંબા સમયથી રિલેશનશિપમાં છે. તાજેતરમાં જ તેમના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ બાદમાં અર્જુન અને Malaika Aroraએ આ અહેવાલોને ફગાવી દીધા હતા. નોંધનીય છે કે વર્ષ 2019માં મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે.

 

આ પણ વાંચો : અભિનેત્રીએ પોતાના બધા કપડા ઉતારીને પોતાનું સેક્સી ફિગર બતાવ્યું, જેને જોઈને લોકો ના પરસેવો છૂટી ગયા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *