50 ની ઉંમરે Malaika Arora ને મળ્યો નવો પ્રેમ, શેર કર્યો મિસ્ટ્રી મેનનો ફોટો
Malaika Arora : બોલિવૂડની ફિટનેસ આઈકોન મલાઈકા અરોરા હંમેશા હેડલાઈન્સમાં રહે છે. છેલ્લા ઘણા સમયથી મલાઈકા અર્જુન કપૂર સાથેના બ્રેકઅપના સમાચારને લઈને ચર્ચામાં છે.
બ્રેકઅપની અફવાઓ વચ્ચે, કપલે ઘણી વખત ક્રિપ્ટિક પોસ્ટ પણ શેર કરી છે. જો કે, બંનેમાંથી કોઈએ હજુ સુધી તેમના બ્રેકઅપની અફવાઓ પર પ્રતિક્રિયા આપી નથી.
આ બધાની વચ્ચે, સ્પેનમાં એક મિસ્ટ્રી મેન સાથે ક્વોલિટી ટાઈમ એન્જોય કરતી મલાઈકાની એક તસવીર વાયરલ થઈ રહી છે. મિસ્ટ્રી મેન સાથેની તસવીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે મલાઈકાના જીવનમાં પ્રેમ ફરી એકવાર દસ્તક આપી ગયો છે.
Malaika Arora ના જીવનમાં પ્રેમનો પ્રવેશ?
અર્જુન કપૂર સાથે બ્રેકઅપની અફવાઓ વચ્ચે મલાઈકા હાલમાં સ્પેનમાં વેકેશન માણી રહી છે. ‘છૈયા છૈયા’ ગર્લએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર તેના વેકેશનની તસવીરોનો કોલાજ શેર કર્યો છે.
એક તસવીરમાં મલાઈકા નિયોન કલરની બિકીની પહેરીને તેના ફૂડની મજા લેતી જોવા મળે છે. આ ફોટામાં ખાણીપીણીના ઘણા ફોટા છે અને એક મિસ્ટ્રી મેન પણ જોવા મળે છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
મિસ્ટ્રી મેન સફેદ રંગના શર્ટમાં જોવા મળે છે, જોકે તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. હવે ચર્ચા શરૂ થઈ છે કે અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ બાદ મલાઈકા અરોરા હવે આ મિસ્ટ્રી મેનને ડેટ કરી રહી છે. જો કે આ મિસ્ટ્રી મેન કોણ છે તે અંગે હાલ કોઈ માહિતી બહાર આવી નથી.
મલાઈકા-અર્જુને મૌન જાળવવાનું નક્કી કર્યું છે
પિંકવિલાના એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે એક સૂત્રએ કહ્યું કે તેમના સંબંધો “પોતાના માર્ગે ચાલી રહ્યા છે.” રિપોર્ટ અનુસાર, સૂત્રએ કહ્યું હતું કે, “મલાઈકા અને અર્જુન વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ છે અને બંને એકબીજાના દિલમાં ખાસ સ્થાન રાખશે. તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો છે અને આ બાબતે આદરપૂર્વક મૌન જાળવશે.
સૂત્રે વધુમાં કહ્યું, “તેઓ વચ્ચે લાંબા, પ્રેમભર્યા સંબંધો હતા જે હવે સમાપ્ત થઈ ગયા છે. આનો અર્થ એ નથી કે તેમની વચ્ચે કોઈ મતભેદ છે. તેઓ એકબીજાને ખૂબ માન આપે છે અને એકબીજા માટે પિલર ઓફ સ્ટ્રેંથ છે.
વર્ષોથી તેઓએ તેમના સંબંધોને ઘણું સન્માન આપ્યું છે. અલગ થવાનો નિર્ણય લેવા છતાં તેઓ એકબીજાને સમાન સન્માન આપતા રહેશે.” તેઓ બંને વર્ષોથી સીરીયલ રિલેશનશિપમાં હતા, અને તેઓ આશા રાખે છે કે લોકો આ ભાવનાત્મક સમયમાં તેમને સ્પેસ આપશે.
વધુ વાંચો: