google-site-verification: googlec8654436f05b508b.html

48 વર્ષની ઉંમરે Mallika Sherawat થઈ સિંગલ, બીજા લગ્ન પહેલા બ્રેકઅપ!

48 વર્ષની ઉંમરે Mallika Sherawat થઈ સિંગલ, બીજા લગ્ન પહેલા બ્રેકઅપ!

Mallika Sherawat : હિન્દી ફિલ્મ જગતની બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે 20 વર્ષ પહેલા મહેશ ભટ્ટની ફિલ્મ **‘મર્ડર’**થી સનસનાટી મચાવી હતી. આ ફિલ્મમાં તેના અને ઈમરાન હાશ્મી વચ્ચેના બોલ્ડ સીન્સ ખૂબ ચર્ચામાં રહ્યા હતા અને Mallika Sherawat રાતોરાત જાણીતી થઈ ગઈ હતી.

એક્સ્ટ્રાવેગન્ટ અભિનય માટે જાણીતી મલ્લિકા શેરાવત પોતાની પર્સનલ લાઈફને લઈને પણ વારંવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં, એક ઈન્ટરવ્યુ દરમિયાન, મલ્લિકાએ પોતાની લવ લાઈફ અને બ્રેકઅપ વિશે ખુલાસો કર્યો છે, જેને સાંભળીને તેના ચાહકોને આશ્ચર્ય લાગ્યું છે.

Mallika Sherawat
Mallika Sherawat

મલ્લિકા શેરાવતનું બ્રેકઅપ

બોલીવૂડ સેલેબ્સની પર્સનલ લાઈફ ચાહકો માટે ગોસિપનો હંમેશા એક મોટો વિષય રહી છે. મલ્લિકા શેરાવતના તાજેતરના બ્રેકઅપના સમાચારે આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે.

મલ્લિકાએ ઈન્ટરવ્યુમાં કબૂલ્યું કે, ‘હા, મારું બ્રેકઅપ થઈ ગયું છે. લાંબા સમયથી હું અને સિરિલ ઓક્સેનફેન્સ સાથે હતા, પરંતુ હવે અમે અલગ થઈ ગયા છીએ. હાલના સમયમાં યોગ્ય વ્યક્તિ શોધવી ખૂબ જ મુશ્કેલ છે. હું આ મુદ્દે વધુ કંઈ નથી કહેવા માંગતી. હાલમાં હું સિંગલ છું.’

Mallika Sherawat
Mallika Sherawat

કોણ હતો મલ્લિકા શેરાવતનો ફ્રેન્ચ બોયફ્રેન્ડ?

મલ્લિકા શેરાવત ફ્રેન્ચ નાગરિક સિરિલ ઓક્સેનફેન્સ સાથે રિલેશનશિપમાં હતી અને તે ઘણા સમય સુધી તેને ડેટ કરી રહી હતી. તેના ફિલ્મી કરિયર દરમિયાન આ તબક્કે તે પેરિસ શિફ્ટ થઈ ગઈ હતી.

સિરિલ પ્રોફેશનલી રિયલ એસ્ટેટ ક્ષેત્રના એક સફળ રોકાણકાર છે અને બિઝનેસ જગતમાં ટાયકૂન તરીકે ઓળખાય છે. જો કે, હવે મલ્લિકા અને સિરિલનું સંબંધ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું છે.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *