અંધશ્રદ્ધા નું નામ સાંભળતા જ મણીધર બાપુ ક્રોધિત થઈ ગયા, ખોટું ધુણતા ભુવાઓ વિશે મણીધર બાપુએ કહી દીધું એવું કે વિડીયો જોઇને તમે પણ હોશિયાર બની જશો…

અંધશ્રદ્ધા નું નામ સાંભળતા જ મણીધર બાપુ ક્રોધિત થઈ ગયા, ખોટું ધુણતા ભુવાઓ વિશે મણીધર બાપુએ કહી દીધું એવું કે વિડીયો જોઇને તમે પણ હોશિયાર બની જશો…

મિત્રો આપણે બધા અનેક કિસ્સાઓ સોશિયલ મીડિયા પર જોયા હશે અને આપણે બધા જાણીએ છીએ કે હાલ જેમ જેમ સમય આધુનિક બનતો જાય છે તેમ તેમ અંધશ્રદ્ધાઓના કિસ્સાઓ પણ વધતા જાય છે. આજના સમયમાં તમામ લોકો ભણેલા ગણેલા હોવા છતાં અંધશ્રદ્ધામાં ઘૂસી જાય છે અને ખૂબ જ મોટી મોટી નુકસાનીઓ પણ કરતા હોય છે.

ત્યારે આપણે થોડાક સમય પહેલા કિસ્સો આવ્યો હતો જેમાં મા બાપે અંધશ્રદ્ધામાં આવીને પોતાની દીકરીને જીવતી મૃત્યુ પાસે પહોંચાડી હતી. ત્યારબાદ હજી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં એક વ્યક્તિ એક ભુવા ને પોતાની ભેંસ વેચે છે અને ત્યારબાદ બંને વચ્ચે મગજમારી થાય છે અને ભુવા વ્યક્તિને કહે છે કે

હવે હું તારા પર માતાજી બેસાડીશ અને એમ કરીને ઘણા બધા પૈસાઓ પડાવી લે છે. આવા અનેક ઘણાં કિસ્સાઓ અંધશ્રદ્ધા ના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ઘણા બધા સંતો ઘણા બધા ગાદીપતિઓ ઘણા બધા બાપુઓ આજના સમયમાં પણ સાચા છે અને તેઓ અંધશ્રદ્ધા સામે મોરચો પણ ખોલીને બેઠા છે.

ત્યારે મિત્રો આજે અમે તમને કચ્છના કબરાઉ ખાતે માતાજી મોગલ ની સેવા કરી રહેલા ઋષિ ચારણ મણીધર બાપુ હંમેશા અંધશ્રદ્ધા નો વિરોધ કરતા હોય છે ત્યારે ગુજરાતની એક ચેનલ દ્વારા બાપુને સમગ્ર વાત વિશે વાત કરવામાં આવી ત્યારે બાપુએ ચેનલમાં ખૂબ જ નિવેદન આપ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે

સરકારને મારી અપીલ છે કે એવો કાયદો લાવો કે આવી અંધશ્રદ્ધા ફેલાવનારને દસ વર્ષની જેલ થાય. જે માતાજીને બેસાડે તેનું જ અધ પતન થઈ જાય છે જ્યારે સામેવાળા વ્યક્તિને ખૂબ જ ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. બાપુએ કહ્યું કે આવા ખોટી નાવ ને કહો કે તમે સાચા હોય તો વીજળીના તારને પકડી લો.

બાપુએ તો ઘણા બધા નિવેદન આપ્યા અને તેઓએ તો એમ પણ કહ્યું કે જ્યારે આખો ખુલ્લી રાખો ત્યારે શ્રદ્ધા અને આંખો બંધ કરો એટલે કે અંધશ્રદ્ધા. આજના સમયમાં તમામ લોકોને ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને બાપુએ કહ્યું કે માતાજીના ચમત્કાર નથી હોતા પરંતુ તેના પર રાખવામાં આવેલા વિશ્વાસ હોય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *