Manisha Rani કોની દુલ્હન બનવા જઈ રહી છે? લગ્ન ક્યારે થશે, દાદીએ કર્યો ખુલાસો
Manisha Rani : ‘ઝલક દિખલા જા 11’ની વિનર બન્યા બાદ Manisha Rani એ લોકોના દિલ જીતી લીધા, મનીષાને લોકોનું દિલ જીતવું ગમે છે. મનીષા રાનીની રમૂજની ભાવના તેને બીજા લોકોથી અલગ બનાવે છે. ઘણી બધી સેલિબ્રિટીઓ એ પણ તેની પ્રશંસા કરી છે.
‘બિગ બોસ ઓટીટી’ ની સ્પર્ધક અને ‘ઝલક દિખલા જા 11’ની વિનર મનીષા રાની પોતાની મીઠી અને મધુર વાતોથી બધાને તેના દિવાના બનાવી દે છે. મનીષા તેના મધુર અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરે છે.
મનીષા રાની બધા જ રિયાલિટી શોમાં દરેક સાથે ફ્લર્ટ કરતી જોવા મળે છે. દરેક કલાકારો, મહેમાનો અને સહ-સ્પર્ધકોને પણ છોડ્યા ન હતા. પરંતુ કોઈપણ છોકરાઓ સાથે તેની વાતચિત સરખી થતી નહોતી. મનીષા રાની ને હવે લગ્ન કરવામાં રસ જાગ્યો છે. જેના વિશે તે તેની દાદીની સલાહ લઈ રહી છે. તેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
Manisha Rani એ તેના લગ્ન વિશે વાત કરી
મનીષા રાનીએ ખૂબ જ નાની ઉંમરમાં મોટું નામ કમાવ્યું છે. બિહારની રહેવાસી મનીષા રાની ફિલ્મોમાં પણ પોતાની પ્રતિભા બતાવવા માંગે છે. ‘ઝલક દિખલા જા’ના પ્લેટફોર્મ પર મનીષાએ બધા વચ્ચે આ ઈચ્છા વ્યક્ત કરી હતી. હાલમાં મનીષાએ પોતાના કામમાંથી બ્રેક લીધો છે. મનીષા રાનીનો તેની નાની સાથે લગનની વાતચીતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લગ્ન કરવાની વાત કરી રહી છે.
મનીષા રાનીને કેવો છોકરો જોઈએ છે?
મનીષા રાનીના નાની છોકરાને પહેલા ઓળખવાનું કહે છે. ત્યારે મનીષા રાની નાની ને કહે છે કે, છોકરો એવો હોવો જોઈએ જે દારૂ પીતો ન હોવો જોઈએ, અને કાંઈ પણ ખોટા કામો કરતો ન હોવો જોઈએ.
View this post on Instagram
નાનીએ મનીષાને લગ્નની સલાહ આપી
નાની એ મનીષા રાનીને કહ્યું- પહેલા છોકરા સાથે દોસ્તી કરો અને પછી મામલો આગળ લઈ જાઓ. મનીષા અને તેની નાની વચ્ચેની આ વાતચીત ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને બંનેની આ ક્લિપ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. મનીષા તેની નાનીને કહે છે કે તેને કોઈ છોકરો જ મળતો નથી.
મનીષાએ કહ્યું, “અરે, નાની પહેલા તમે મિત્ર બનાવો એટલે પછી વાત માત્ર મિત્રતા સુધી જ રહી જાય છે, સંબંધ આગળ વધતો જ નથી. નાની કહે છે, “તને જે છોકરો ગમતો હોય, તેને પહેલા જોવાનો કે તેનું મન કેવું છે,” જવાબમાં મનીષા કહે છે, “આજકાલ કોઈને સાચો પ્રેમ નથી, નાની.”
કાર્તિક આર્યન સાથે પણ કર્યું ફ્લર્ટ
ધ કપિલ શર્મા શોમાં કાર્તિક આર્યન સાથે પણ મનીષા રાનીએ કર્યું ફ્લર્ટ, મનીષા રાની ધ કપિલ શર્મા શોમાં પણ કામ કરી ચુકી છે. તેમાં તેને કાર્તિક આર્યનને પણ બાકી મુક્યો નથી. ટિક-ટોક વીડિયોએ મનીષાને લોકપ્રિય બનાવી દીધી હતી. તે ભોજપુરીમાં ફની વીડિયો બનાવતી છે. જે ખૂબ વાયરલ થાય છે. મનીષા રાની ની તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ ફેન ફોલોઈંગ છે. 4.6 મિલિયન લોકો તેને ફોલો કરે છે.
‘બિગ બોસ OTT 2’ માં મનીષા રાની
સલમાન ખાનના શો ‘બિગ બોસ OTT 2’ માં મનીષા રાની સાથે અવિનાશ સચદેવ, પૂજા ભટ્ટ, આકાંક્ષા પુરી, પલક પુરસ્વાની, બબીકા ધુર્વે, આલિયા સિદ્દીકી, સાયરસ બ્રોચા, ફલક નાઝ, જિયા શંકર અને અભિષેક મલ્હાન હતા. જેમાં પુનીત સુપરસ્ટારને 24 કલાકની અંદર બહાર કરી દેવામાં આવ્યો હતો. આ શો Jio સિનેમા પર ફ્રીમાં જોઈ શકાય છે.
મનીષા રાનીનું કરિયર
5 સપ્ટેમ્બર 1997 ના રોજ જન્મેલી મનીષા રાની બિહારના મુંગેરમાં રહે છે. મનીષા રાનીએ કોમર્સનો અભ્યાસ કરેલો છે. અભ્યાસ પૂરો કર્યા પછી મનીષાએ ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ નામના રિયાલિટી શોમાં પણ જોવા મળી છે.
દિવંગત અભિનેતા પુનીત કુમાર પણ ડીઆઈડીના એક એપિસોડમાં દેખાયા હતા. આ દરમિયાન મનીષાએ મજાકમાં પુનીત કુમારને માળા પહેરાવી અને તેની સાથે ફ્લર્ટ કરવા લાગી.