Masaba Gupta એ આપ્યો દીકરીને જન્મ, પહેલી ઝલક તમારું દિલ જીતી લેશે
Masaba Gupta : અભિનેત્રી નીના ગુપ્તાની પુત્રી અને ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાના ઘરમાં ખુશીનો માહોલ છે, કારણ કે મસાબા માતા બની છે. મસાબાએ અને તેમના પતિ સત્યદીપ મિશ્રાએ દુર્ગા અષ્ટમીના પવિત્ર દિવસે એક નાની દીકરીને જન્મ આપ્યો છે. આ ખુશીના સમાચાર તેમણે દશેરાના દિવસે ચાહકો સાથે શેર કર્યા.
Masaba Gupta એ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આ ગુડ ન્યુઝ આપતા લખ્યું, “અમારી ખૂબ જ ખાસ નાની છોકરી એક ખાસ દિવસે, 11.10.2024 પર આવી છે.” સાથે જ તેમણે દીકરીના નાની પગની ઝલક પણ બતાવી હતી.
Masaba Gupta એ આપ્યો દીકરીને જન્મ
આ સમાચાર મળતાં જ ચાહકો અને બોલિવૂડ સેલેબ્રિટીઝ મસાબાને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. અભિનેત્રી બિપાશા બાસુ, સ્મૃતિ ઈરાની, જેકલીન ફર્નાન્ડિસ, સમીરા રેડ્ડી, હુમા કુરેશી, વાણી કપૂર, સોનાલી બેન્દ્રે, મંદિરા બેદી, દિયા મિર્ઝા, શિલ્પા શેટ્ટી અને અનુષ્કા શર્મા સહિત અનેક સ્ટાર્સે મસાબાને અભિનંદન પાઠવ્યા છે.
મસાબા અને સત્યદીપના લગ્ન જાન્યુઆરી 2023માં થયા હતા, અને તેમણે કોર્ટ મેરેજ કરી હતી. મસાબાના માતા-પિતા, નીના ગુપ્તા અને વિવ રિચર્ડ્સ પણ આ પ્રસંગનો હિસ્સો રહ્યા હતા. મસાબા માટે આ બીજા લગ્ન છે.
પહેલા તેણીએ નિર્માતા મધુ મન્ટેના સાથે લગ્ન કર્યા હતા, જ્યારે સત્યદીપના પણ આ બીજા લગ્ન છે, તેમના પહેલા લગ્ન અદિતિ રાવ હૈદરી સાથે થયા હતા. હવે મસાબા અને સત્યદીપ તેમના જીવનમાં નન્હીં પરીના આગમન સાથે ખુશીઓમાં છલકાઈ રહ્યા છે.