માતૃ ભૂમિ ની રક્ષા કરતા ખંભાળિયાના જવાન શાહિદ થયા, પરિવાર અને ગામના લોકોએ જવાનને ભીની આંખે અંતિમ વિદાય આપી.
જયારે જયારે દેશની સેવાની વાત આવે ને ચોવીસે કલાક ખડેપગે રહીને દેશની સેવા કરવા તત્પર રહે તેવા જ એક જવાન ની આપણે આજે વાત કરવાની છે. અમુક વખતે આપણી સેનાના જવાનો દેશની સેવા કરતા કરતા શહીદ થઇ જતા હોય છે અને તેનું દુઃખ દેશના બધા જ લોકોને થતું હોય છે.
હાલમાં આપણી સેનાના એક જવાન શહીદ થયા છે તેઓ ખંભાળિયાના છે.માં ભોમની રક્ષા કરતા જામનગરના ખંભાળિયાના જવાન સુબેદાર હરેશભાઇ સવજીભાઈ હડીયલ મધ્યપ્રદેશના જબલપુરમાં આર્મીમાં ફરજ બજાવતા હતા.
જેમાં તેઓ દેશની સેવા કરતા કરતા તેઓ શહીદ થઇ ગયા હતા અને હાલમાં તેમના પાર્થિવ દેહને તેમના માદરે વતન લાવવામાં આવ્યો હતો. જયારે તેમની શહાદતના સમાચાર પરિવારના થયા તો આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.
આ જવાનના પાર્થિવ દેહને તેમના વતને લાવવામાં આવ્યો હતો અને પાર્થિવ દેહને જોતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. આ જવાનના પાર્થિવ દેહને જયારે સ્મશાને લઇ જવામાં આવ્યા તો આખા ગામના અને તેમના વિસ્તારના લોકો જવાનને અંતિમ વિદાય આપવા માટે સ્મશાન ગૃહમાં ગયા હતા.
ત્યાં જઈને બધા લોકોની આંખોમાં આસું હતા.આ જવાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને ભીની આંખે આ જવાનને અંતિમ વિદાય આપી હતી. આ જવાનને પહેલા ગાર્ડ ઓફ ઓનર આપીને જવાનને અંતિમ વિદાય આપવામાં આવી હતી. ત્યારપછી આ દ્રશ્યો જોઈને આખું ગામ પણ રડી રહ્યું હતું અને પરિવારના લોકો પણ રડી રહ્યા હતા.