ચમત્કારિક મંદિર કે જ્યાં ચા ની પ્રસાદી લેવાથી હરસ મસાની તકલીફ જડમુળથી મટી જાય છે.
દેશમાં અનેક દેવી દેવતાના મંદિર આવેલા છે જેમાં દરેક મંદિર પોતાના ચમત્કારથી ખુબજ જાણીતા થયા છે જેથી ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી દેવી દેવતાની પૂજા અર્ચના કરતા હોય છે.
ત્યારે આજે અમે તમને એક એવા મંદિરની વાત કરવાના છીએ જે મંદિર જામકંડોરણામાં આવેલું છે અને ત્યાં હરસિધ્ધિ માતાજી બિરાજમાન છે જ્યાં એવું કહેવાય છે.કે હરસિદ્ધિ માતાજીની ચાની પ્રસાદી લેવાથી હરસ મસા જેવા ગંભીર રોગો જળમૂળ માંથી મટી જાય છે.
જે મંદિરમાં રોજના હજારો ભાવિકો આવે છે.જે મંદિરમાં લોકો પોતાના દુઃખો સાથે રડતા રડતા આવતા હોય છે.જયારે માતાજીના દર્શન કરીને પાછા ઘરે જતી વખતે હસતા હસતા જાય છે.ત્યાં આવીને ભાવિકો નીચે બેસીને ચાની પ્રસાદી લેતા હોય છે.
જે મંદિરે હરસ મસા હાથ પગના માથાના દુખાવા માટે વધુ દર્દીઓ આવે છે.જે મંદિરે ચાની પ્રસાદી રવિવારે મંગળવારે અને શુક્રવારે આપવામાં આવે છે.અનેક ભક્તો પોતાના કષ્ટ દૂર કરવા આસ્થા અને શ્રદ્ધાથી માતાજીની માનતા રાખતા હોય છે દરેક ભક્તો તે મંદિરે આવ્યા પછી ક્યારેય નિરાશ થઈને જતા નથી જે મંદિરે ભક્તોનું દુઃખ દૂર થયા પછી માનતા પુરી કરવાની હોય છે.
અમુક દર્દીઓ એવા પણ છે જેમને ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું હતું અને તેમને આ મંદિરે આવીને પ્રસાદી લઈને માનતા રાખી તો તેમની બીમારી દૂર થઈ ગઈ છે.જે મંદિરમાં માતાજીના ચમત્કાર ખુબજ મોટા જોવા મળી છે જેથી ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી હજારોની સંખ્યામાં માતાજીના દર્શન કરી પોતાના દુઃખ દૂર કરવા માટે માનતા રાખતા હોય છે.