Mission Raniganj movie થઈ ગયું લીક, અક્ષય કુમારને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો..
Mission Raniganj: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘Mission Raniganj‘ 6ઠ્ઠી ઓક્ટોબર એટલે કે શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અક્ષય કુમારના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ ‘Mission Raniganj’ રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો પ્રતિક્રિયા આપવા લાગ્યા છે અને અક્ષય કુમારની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે.
અક્ષય કુમારની ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરમિયાન, અક્ષય કુમાર અને ફિલ્મના નિર્માતાઓ માટે ખરાબ સમાચાર છે. ખરેખર, અક્ષય કુમારની ફિલ્મ ‘Mission Raniganj’ ઓનલાઈન લીક થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ફિલ્મના કલેક્શનમાં ફરક જોવા મળી રહ્યો છે.
અક્ષય કુમારની ફિલ્મ ‘Mission Raniganj’ લીક થઈ
અક્ષય કુમાર અને પરિણીતી ચોપરાની ફિલ્મ ‘Mission Raniganj’ 6 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ છે અને રિલીઝ પહેલા તે ઓનલાઈન લીક થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ‘Mission Raniganj’ MovieRulz, FilmyZilla, TamilRockers સહિત ઘણી પાઈરેટેડ વેબસાઈટ પર લીક થઈ ગઈ છે.
અહીંથી લોકો HD પ્રિન્ટમાં ફિલ્મને ફ્રીમાં ડાઉનલોડ કરી રહ્યાં છે. નોંધનીય છે કે અક્ષય કુમારની ફિલ્મ ‘Mission Raniganj’ પહેલા આ પાઇરેટેડ સાઇટ્સ પર ‘ચંદ્રમુખી 2’, ‘ફુકરે 3’, ‘ધ વેક્સીન’ વૉર સહિતની ઘણી ફિલ્મો લીક થઈ ચૂકી છે.
View this post on Instagram
પાઇરેટેડ સાઇટ્સ પર ફિલ્મો લીક થવાથી બોક્સ ઓફિસ કલેક્શન પર અસર પડે છે. આ પાઇરેટેડ સાઇટ્સે ઘણી ફિલ્મોના કલેક્શન સાથે છેતરપિંડી કરી છે.
View this post on Instagram