ક્રિકેટર Mohammed Siraj આશા ભોંસલેની પૌત્રીને ડેટ કરે છે? ફેન્સે કહ્યું- લગ્ન..
Mohammed Siraj : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ હાલમાં ઘણી ચર્ચામાં છે, કારણ કે તેમનું નામ ભારતના પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોંસલે સાથે જોડવામાં આવી રહ્યું છે. જનાઈએ મુંબઈના બાંદ્રામાં પોતાની 23મી જન્મદિનની પાર્ટી ઊજવી હતી, જેમાં મોહમ્મદ સિરાજે પણ હાજરી આપી હતી.
જનાઈની બર્થ ડે પાર્ટીમાં સિરાજની હાજરી
જનમદિનની પાર્ટી દરમિયાન જનાઈ અને Mohammed Siraj ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેના કારણે તેમની વચ્ચેના સંબંધોને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. જનાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર જન્મદિનની ઘણી તસવીરો શેર કરી છે.
જેમાં તે આશા ભોંસલે સાથે કેક કાપતી જોવા મળે છે. આ ઉપરાંત તે અન્ય ઘણા સિતારાઓ સાથેની તસવીરોમાં પણ દેખાઈ છે, પરંતુ ખાસ કરીને સિરાજ સાથેની તસવીરોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
આ તસવીરોમાં જોઈ શકાય છે કે જનાઈ અને સિરાજ હસતા-મસ્તીમાં વાતચીત કરી રહ્યા છે. આ પોસ્ટ પછી ઘણા લોકોએ કોમેન્ટ કરીને તેમના સંબંધો અંગે પ્રશ્નો પૂછ્યા હતા.
એક યુઝરે તો લખ્યું કે, “શું તમે સિરાજ સાથે લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છો?” જ્યારે બીજા કેટલાકે તેમને શુભેચ્છા પાઠવી. વધુમાં, લોકોના ધ્યાનમાં આવ્યું છે કે બંને એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.
ઉંમરનું અંતર
હાલમાં બંનેના સંબંધોની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ, પરંતુ તેમના ફોટોઝ સામે આવતા તેમની વચ્ચે ડેટિંગની ચર્ચાઓ થઈ રહી છે. જો ઉંમરના અંતરને વાત કરીએ તો જનાઈ ભોંસલેની ઉંમર 23 વર્ષ છે, જ્યારે મોહમ્મદ સિરાજ 30 વર્ષના છે. એટલે બંને વચ્ચે 7 વર્ષનું ઉંમરનું અંતર છે.