ઇન્સ્ટાગ્રામ પર ૪૪ હજારથી વધુ ફોલોઅર્સ પણ મોત વખતે કોઈ જોવા પણ ન આવ્યુ..
અહિયાં દુખની વાત એ છે કે આ બ્લોગરના ઇન્સ્ટાગ્રામ પર ૪૪ હજારથી વધુ ફોલોઅર્સ છે પણ શવ પોસ્ટમોર્ટમ પછી કેટલીય કલાક સુધી એમનેમ હોસ્પીટલમાં પડ્યો હતો
રીતિકાના પતિ આકાશ ગૌતમ અને તેનો બોયફ્રેન્ડ વિપુલ અગ્રવાલ બંનેએ સાથે મળીને હત્યા કરી,આકાશની હરકતોથી કંટાળીને રીતિકાએ તેને ત્રણ વર્ષ પહેલા જ છોડી દીધો હતો, રીતિકાના હાથમાં બાંધેલ દોરડું અને ગળામાં બાંધેલ દુપટ્ટો ખોલીને ચેક કરી રહ્યો હતો
” alt=”” />
યુપીના આગ્રામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક બિલ્ડીંગથી નીચે ફેંકીને એક યુવતીની હત્યા કરવામાં આવી છે. મૃતક છોકરીની ઓળખ બ્લોગર રીતિકા સિંહ તરીકે કરવામાં આવી હતી અને શવને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલે મોકલવામાં આવ્યું હતું. પણ અહિયાં દુખની વાત એ છે કે આ બ્લોગરના ઇન્સ્ટાગ્રામ પર ૪૪ હજારથી વધુ ફોલોઅર્સ છે પણ શવ પોસ્ટમોર્ટમ પછી કેટલીય કલાક સુધી એમનેમ હોસ્પીટલમાં પડ્યો હતો. બસ થોડી દૂર ઉભા ઉભા તેના માતાપિતા રડી રહ્યા હતા.
શવને ઘરે લઇ જનાર રીતિકાના માતા-પિતાએ તેની હત્યાના જવાબદાર તરીકે તેના પ્રેમીનું નામ આપ્યું છે. સાથે જ એવા આરોપ લગાવ્યા છે કે રીતિકા તેના પતિ આકાશ ગૌતમ અને તેનો બોયફ્રેન્ડ વિપુલ અગ્રવાલ બંનેએ સાથે મળીને હત્યા કરી છે. એમ પણ આરોપ લગાવ્યો છે રીતિકાનો બેરોજગાર પતિ ઘણા દિવસોથી વિપુલ પાસે પૈસા લઇ રહ્યો હતો. રીતિકા તેના મૃત્યુના બે દિવસ પેહલા તેના પિતાના ઘરે જવા માટે મન બનાવીને બેઠી હતી. જો કે રીતિકાએ તેના પતિ આકાશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આકાશ રીતિકાની પાછળ ઘણાં સમયથી પડ્યો હતો અને અંતે રીતિકાને તેના પ્રેમના ઝાળમાં ફન્સાવી લીધી હતી. રીતિકાની મા એ જણાવ્યું હતું કે આકાશ કોઈ કામ નહતો કરતો. અંતે રીતિકા ઘરની જરૂરિયાત પૂરી કરવા માટે એક સ્કુલમાં કામ કરવા લાગી હતી. અને વીપુલ અગ્રવાલ એ જ સ્કુલમાં તેની સાથે કામ કરતો હતો અને ત્યાંથી બંને એક બીજાને ઓળખ્યા હતા.
આકાશની હરકતોથી કંટાળીને રીતિકાએ તેને ત્રણ વર્ષ પહેલા જ છોડી દીધો હતો અને એ વિપુલ સાથે લીવઇનમાં રહેવા લાગી હતી. આકાશને આ વાત પસંદ નહતી પડતી અને ઘણાં સમયથી એ આ વાતને લઈને રીતિકાને પરેશાન કરતો હતો. આરોપ છે કે શુક્રવારની સવારે 10 વાગ્યાની આસપાસ આકાશ બે મહિલાઓ અને બે યુવક સાથે વિપુલના ફ્લેટ પર પંહોચ્યો અને તેને બંનેને પકડી પાડ્યા. સાથે બંનેને માર મારવા લાગ્યો અને પછી વિપુલને બાથરૂમમાં બંધ કરીને રીતિકાને ચોથામાળેથી નીચે ફેંકી દીધી હતી. આટલી ઉપરથી નીચે પાડવાને કારણે રીતિકાની મૃત્યુ થઇ ગઈ. એ સમયે તેના હાથ દોરડા વડે બંધાયેલા હતા અને ગળામાં દુપટ્ટો પણ બાંધેલ હતો.
આકાશના પ્લાનની વાત કરીએ તો એ ચુપચાપ રીતિકાના ફ્લેટ પર પંહોચીને તેની હત્યા કરવા માંગતો હતો પણ ત્યાં વિપુલ હાજર હતો અને બંને વચ્ચે મારામારી શરુ થઇ ગઈ હતી. એ પછી તેના સાથીદરોની મદદથી બંનેના હાથ બાંધવામાં આવ્યા હતા અને અંતે વિપુલને બાથરૂમમાં પૂરી દેવામાં આવ્યો હતો અને એ પછી આકાશ એ રીતિકાને તેના જ ઘરની બાલ્કનીથી નીચે ફેંકી દીધી હતી.
આકાશ સાથે આવેલ તેના સાથીદારોમાં બે છોકરી અને બે છોકરા હતા. જેમાંથી બે છોકરીઓનું કહેવું છે કે આકાશને એ લોકોએ ભાઈ બન્યો હતો અને આકાશએ એમ કહ્યું હતું કે તે તેની પત્નીને પાછી લેવા માટે જાય છે અને તેને અમારા સાથની જરૂર છે પણ અમને જરા પણ ખ્યાલ નહતો કે તે તેની પત્નીની હત્યા કરવા માટે ત્યાં જતો હતો.
આકાશએ જયારે રીતિકાને ચોથામાળેથી નીચે પટકી પછી આકાશ નીચે પંહોચ્યો અને રીતિકાના હાથમાં બાંધેલ દોરડું અને ગળામાં બાંધેલ દુપટ્ટો ખોલીને ચેક કરી રહ્યો હતો કે રીતિકા ક્યાંક જીવતીતો નથીને. આ વીડીઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બિલ્ડીંગના સીસીટીવીમાં આકાશની આ હરકત કેદ થી ગઈ હતી. મીડિયાએ જયારે રીતિકાના માતા-પિતા પાસે વાત કરી ત્યારે એમને જણાવ્યું હતું કે રીતિકા કેટલા સમયથી કહી રહી હતી કે આકાશ તેની હત્યા કરવા માંગે છે અને એટલા માટે એ છુપાઈ છુપાઈને પણ રેહતી હતી.