google-site-verification: googlec8654436f05b508b.html

બિગ બોસ વિનર Munawar Faruqui હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે રેડ પાડીને પકડી પાડયો

બિગ બોસ વિનર Munawar Faruqui હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે રેડ પાડીને પકડી પાડયો

Munawar Faruqui : બિગ બોસ ઓટીટી 2 ના વિજેતા એલ્વિશ યાદવ પછી બિગ બોસ 17નો વિજેતા મુનવ્વર ફારુખી પણ વિવાદમાં આવી ગયો છે. અહેવાલો અનુસાર, મુંબઈ પોલીસે ગઈકાલે રાત્રે મુંબઈના ફોર્ટ વિસ્તારમાં સબલાન હુક્કા પાર્લરમાં દરોડો પાડ્યો હતો અને કેટલાક લોકોની ધરપકડ કરી હતી. Munawar Faruqui પણ આમાં સામેલ હતો.

મુનાવર ફારુકી એક ભારતીય સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. તેનો જન્મ ૨૮ જાન્યુઆરી ૧૯૯૨ માં જૂનાગઢ, ભારતમાં થયો હતો. મુનાવર ફારુકી સ્ટેન્ડ-અપ કોમેડિયન, અભિનેતા અને લેખક પણ છે.

ટીવી ના મોસ્ટ પોપ્યુલર શો લૉક અપ (સીઝન ૧) અને બિગ બોસ (સીઝન ૧૭) નો વિનર રહી ચુક્યો છે. ૨૦૨૧ માં, હિંદુ દેવી-દેવતાઓ પર આપત્તિ જનક વસ્તુ બોલવાના આરોપમાં પણ ગિરફતાર કરવામાં આવ્યો હતો.

Munawar Faruqui
Munawar Faruqui

મુંબઈ પોલીસને હુક્કા પાર્લરમાં તમાકુની સાથે નિકોટીનનો ઉપયોગ થતો હોવાની પણ માહિતી મળી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જો તમાકુનો સામાન મળી આવે તો સિગારેટ અને તમાકુ એક્ટ હેઠળ પોલીસમાં કેસ નોંધી શકાય છે.

જો કે, મુનાવર ફારુકીને નોટિસ મોકલવામાં આવી હતી અને તેને અડધી રાત્રે ઘરે પરત મોકલવામાં આવ્યો હતો. મુનવ્વરે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

તમાકુના ઉત્પાદનોમાં નિકોટિનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કુલ રૂ.4,400ની કિંમતના નવ હુક્કાની પોટલી મળી આવી હતી. ત્યાં હાજર તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં મુનાવર ફારુકી નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. એ પછી તેને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

Munawar Faruqui
Munawar Faruqui

મુનાવર ફારુકી અને અન્ય લોકો પર સિગારેટ અને ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ (આઈપીસી) ની કલમ 283 અને કલમ 336 (અન્યના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકે તેવું કાર્ય) લગાડવામાં આવી હતી.

આ મામલે પોલીસે શું કહ્યું?

સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ, 2003 અને COTPA 2003 હેઠળ મુનાવર ફારુકીની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેના પર ઘણી અલગ-અલગ કલમ મૂકવામાં આવી છે.

પોલીસે હુક્કાબારમાંથી 4400 રૂપિયા અને 9 હુક્કાની પેટીઓ પણ જપ્ત કરી લીધી છે. આ પોટની કિંમત અંદાજે 13 હજાર 500 રૂપિયા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

એરપોર્ટ પરથી તસવીર આવી સામે

મુંબઈ પોલીસેની રેડ પડ્યા બાદ મુનવર ફારૂકીએ એરપોર્ટ પરથી પોતાની એક તસવીર શેર કરી હતી. તેણે લખ્યું છે કે હું થાકી ગયો છું અને મુસાફરી કરી રહ્યો છું. આ ફોટામાં મુનવ્વરના ચહેરા પર કોઈ પણ પ્રકારની નિરાશા, તણાવ કે ડર દેખાતો નથી.

Munawar Faruqui
Munawar Faruqui

મુનવ્વર અગાઉ પણ વિવાદોમાં આવ્યો હતો

આ કાંઈ પહેલીવાર નથી કે મુનવ્વરનું નામ વિવાદમાં આવ્યું હોય. આ પહેલા પણ મુનવર ફારૂકી વિવાદોમાં આવ્યો હતો. 2021 માં, ઇન્દોરમાં સ્ટેન્ડ-અપ કોમેડી કાર્યક્રમમાં ભગવાન રામ પર કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસમાં તેણે લગભગ 35 દિવસ જેલમાં વિતાવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તેને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેણે માત્ર ઓનલાઈન ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે એટલું જ નહીં પરંતુ તેણે ઘણા બધા શો કેન્સલ પણ કર્યા છે.

મુનવ્વર ફારુકી અને બિગ બોસ

મુનવ્વર ફારુકીએ બિગ બોસ 17 માં ભાગ લીધો હતો. શો શરૂ થતાં પહેલાં તેમના નામને લઈને ઘણો વિવાદ થયો હતો. કેટલાક લોકો તેમને શોમાં બતાવવાનો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ મુનવ્વર શોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો. તેણે તેની રમુજી વાતો અને પ્રામાણિકતાથી લોકોના દિલ જીતી લીધા. મુનવ્વર ફારુકીએ બિગ બોસ 17 ની ટ્રોફી જીતી. મુનવ્વર ફારુકી શોના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય વિજેતા બન્યો.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *