Naga Chaitanya એ સામંથા સાથે છૂટાછેડાના 3 વર્ષ બાદ ફરીવાર કરી સગાઈ
Naga Chaitanya : એક્ટર નાગા ચૈતન્ય અને એક્ટ્રેસ શોભિતા ધુલીપાલાની સગાઈના સમાચાર અને તેની તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર તે ઝડપથી વાયરલ થઈ ગઈ છે.
8 ઓગસ્ટના રોજ હૈદરાબાદમાં નાગાર્જુનના ઘરે સવારે 9:42 વાગ્યે આ કપલએ સગાઈ કરી હતી. Naga Chaitanya ના પિતા અને જાણીતા એક્ટર નાગાર્જુન અક્કીનેનીએ તેની એક્સ પ્રોફાઇલ પર આ ખુશખબરી શેર કરી હતી.
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા વચ્ચેના ડેટિંગના સમાચાર લાંબા સમયથી ચર્ચામાં હતા. બંનેને ઘણીવાર સાથે જોવામાં આવ્યાં છે, પણ જ્યારે પણ ડેટિંગના સવાલો પૂછવામાં આવ્યા ત્યારે બંનેએ તેને ટાળવાનો પ્રયાસ કર્યો હતો.
સગાઈના પહેલા તેઓએ ક્યારેય આ વાતની પુષ્ટિ કરી ન હતી કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે, પણ હવે સગાઈ સાથે, તેમણે દર્શાવ્યું છે કે તેઓ સાથે જીવન જલ્સાથી પસાર કરવા તૈયાર છે.
નાગા ચૈતન્યએ અગાઉ સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા, પણ 2021માં બંને છૂટા પડી ગયા હતા. નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા પ્રથમવાર હૈદરાબાદમાં એક ફિલ્મ પ્રમોશન દરમિયાન મળ્યા હતા.
ત્યારબાદ તેમની મિત્રતા ગાઢ બનતી ગઈ અને તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા. આ કપલે સગાઈ પહેલા વિદેશમાં પણ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.
સગાઈ બાદ, નાગા ચૈતન્ય અને શોભિતા તેમના લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ આ અંગેની જાણકારી હજી સુધી બહાર આવી નથી.
પિતાએ આપ્યા આશીર્વાદ
તાજેતરમાં જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં નાગા ચૈતન્યના પિતા નાગાર્જુન પણ આ કપલ સાથે જોવા મળે છે. નાગાર્જુન અક્કીનેનીએ તેમના પુત્ર નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાની સગાઈની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં, બંને સાથે ખૂબ જ ખુશ લાગી રહ્યા છે. નાગા ચૈતન્યએ સફેદ રંગનો પરંપરાગત કર્તા પાયજામા પહેર્યો છે, જ્યારે શોભિતાએ પીચ અને ગુલાબી રંગની સુંદર સાડી પહેરી છે, જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
પિતાએ પોસ્ટ દ્વારા ખુશી વ્યક્ત કરી
નાગાર્જુને તેમના પુત્રની સગાઈની જાહેરાત કરતી એક પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેમણે શોભિતાનું તેમના પરિવારમાં હાર્દિક સ્વાગત કર્યું છે અને લખ્યું, “અમે ખૂબ આનંદથી અમારા પુત્ર નાગા ચૈતન્યની સગાઈની જાહેરાત કરી રહ્યા છીએ.
જે આજે સવારે 9:42 વાગ્યે, શોભિતા ધૂલીપાલા સાથે થઈ! અમારા પરિવારમાં શોભિતાનું સ્વાગત છે. ભગવાન કપલને આશીર્વાદ આપતા રહે. 8.8.8 અનંત પ્રેમની નવી શરૂઆત!”
કપલના લગ્નની સંભાવનાઓ
નાગા ચૈતન્ય અને શોભિતા અગાઉ ઘણીવાર સાથે જોવા મળ્યા છે, ખાસ કરીને વિદેશમાં રજાઓ માણતા. ઉલ્લેખનીય છે કે, બંને લંડનમાં ફરતા અને વાઈન ટેસ્ટિંગ સેશનમાં ભાગ લેતા જોવા મળ્યા હતા.
આ સિવાય, એકસરખા બેકગ્રાઉન્ડવાળી કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. નાગા ચૈતન્યએ તેની પૂર્વ પત્ની સાથેની તમામ તસવીરો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી હટાવી દીધી છે. અહેવાલો મુજબ, નાગા ચૈતન્ય અને શોભિતા 2024ના અંત સુધીમાં લગ્ન કરી શકે છે.