હાર્દિકને ભૂલીને Nataša Stanković એ શોધી લીધો નવો પાર્ટનર, રંગેહાથ પકડાઈ..
Nataša Stanković : બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક હાલ મુંબઈમાં છે. ક્રિકેટર હાર્દિક પંડ્યાથી છૂટાછેડા લીધા બાદ Nataša Stanković તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા ગઈ હતી,
પરંતુ એક મહિના બાદ તે પુત્ર સાથે પાછા ભારત આવી ગઈ છે. પરત આવ્યા બાદથી નતાશા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહી છે અને તે ફેન્સ સાથે તેના અંગત જીવનના અપડેટ્સ શેર કરી રહી છે.
ફેન્સ નતાશાના દરેક અપડેટ પર નજર રાખી રહ્યા છે. આ દરમિયાન નતાશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જેમાં નતાશા તેના મિત્ર એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક સાથે જોવા મળી રહી છે. આ વીડિયોમાં બંનેને એક સાથે મજા કરતા જોઈને, સોશિયલ મીડિયા યુઝર્સે નતાશાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
છૂટાછેડા બાદ હાર્દિક પંડ્યાનું નામ બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયા સાથે જોડાઈ રહ્યું છે. આ જ સમયે, નતાશા પણ હાર્દિકને ભૂલીને પોતાના જીવનમાં આગળ વધી ગઈ છે.
સોશિયલ મીડિયા પર નતાશાનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે દિશા પટણીના અફવાવાળા બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક સાથે જોવા મળી હતી. આ દરમિયાન તેમના અફેરની ચર્ચાઓએ પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી, જો કે, આ બધું માત્ર અફવા સાબિત થયું છે.
View this post on Instagram
નતાશા એલેક્ઝાન્ડર સાથે ખુશ દેખાતી હતી
નતાશા સ્ટેનકોવિકનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે જિમ આઉટફિટમાં જિમ છોડતી દેખાય છે. આ વીડિયોમાં એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક પણ તેની સાથે છે અને બંને ખૂબ જ ખુશ નજરે પડી રહ્યા છે.
નતાશાના ચહેરા પરનું સ્મિત જોઈને એવું લાગે છે કે હાર્દિકથી અલગ થયા પછી તેણે નવો સાથીદાર શોધી લીધો છે, જેની સાથે તે હાલમાં સમય પસાર કરી રહી છે.
સોશિયલ મીડિયા યુઝર્સે કરી ટ્રોલ
જો બીજી તરફ, આ વીડિયો વાયરલ થતાં જ, સોશિયલ મીડિયા યુઝર્સે નતાશા સ્ટેનકોવિકને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. યૂઝર્સ વીડિયોને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
એક યુઝરે લખ્યું, “તેને નવું કપલ પણ જોઈએ છે,” જ્યારે અન્ય એકે લખ્યું, “આ બંને ભાઈ-બહેન જેવા લાગે છે.” નતાશા સ્ટેનકોવિકને લોકો દ્વારા આ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.
વધુ વાંચો: