Nataša Stanković એ પુલમાં બિકિની પહેરી વરસાવ્યો કહેર, આની સાથે મોજ કરતી..
Nataša Stanković : ક્રિકેટર હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની અને અભિનેત્રી Nataša Stanković એ તાજેતરના સમયમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેવું શરૂ કર્યું છે.
હાર્દિક સાથે છૂટાછેડાની ઘોષણાના બાદથી નતાશા તેની પોસ્ટ્સને કારણે સતત ચર્ચામાં છે. હાર્દિકથી અલગ થયા બાદ, નતાશા હાલમાં પોતાના હોમટાઉન સર્બિયામાં તેના દીકરા સાથે આનંદ લઈ રહી છે.
નતાશા ઘણીવાર તેના વેકેશનની તસવીરો અને ઝલક ચાહકો સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ, નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક નવી તસવીરો શેર કરી છે, જે પરથી લાગે છે કે તે સર્બિયામાં તેના પુત્ર અગસ્ત્ય સાથે સમય પસાર કરી રહી છે. આ તસવીરોમાં નતાશા મસ્તીભર્યા મૂડમાં જોવા મળે છે.
આ ફોટોઝમાં અગસ્ત્ય ઉપરાંત, નતાશા સાથે એક યુવતિ પણ જોવા મળી રહી છે. કેટલાક ફોટોઝ દરિયા કિનારાના છે, જેમાં તે પોઝ આપતી જોવા મળી રહી છે.
Nataša Stanković એ બિકિની પહેરી વરસાવ્યો કહેર
એક વીડિયોમાં નતાશા આ યુવતિ સાથે ડાન્સ કરતી જોવા મળે છે. નતાશાએ તેના પુત્ર અગસ્ત્ય સાથેના વિવિધ મોમેન્ટ્સ અને કેટલાક ફૂડ ફોટોઝ પણ શેર કર્યા છે. નતાશાના આ ફોટા અને વીડિયોને ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
નતાશાનો આ દરમિયાનનો બિકિની લુક ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે 18 જુલાઈ 2024ના રોજ અલગ થવાની જાહેરાત કરી હતી.
બંનેએ સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા ચાહકોને આ ખબર આપી હતી. ચાર વર્ષના લગ્નજીવન પછી બંનેના આ પગલાંએ ચાહકોને પણ આશ્ચર્યમાં મૂક્યા છે.