દ્વારકા ના ગોમતી ઘાટ પાસે પંચકુઈ વિસ્તાર માં 2 યુવાનો ડૂબ્યા 1 નો આબાદ બચાવ 1 ની શોધખોળ..જુઓ વિડિઓ

દ્વારકા ના ગોમતી ઘાટ પાસે પંચકુઈ વિસ્તાર માં 2 યુવાનો ડૂબ્યા 1 નો આબાદ બચાવ 1 ની શોધખોળ..જુઓ વિડિઓ

રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે નાહવા જતા હોય છે. લોકો કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે દરિયા કાંઠે જવાનું પસંદ કરી રહ્યા છે.ઉનાળા માં લોકો આજુ બાજુ ના દરિયા કિનારે ફરતા અને વેકેશન નો આનંદ માણતા જોવા મળી રહ્યા છે અત્યારે તમે જુઓ તો જ્યાં પણ દરિયો હોય ત્યાં મોટી સંખ્યામાં લોકો અચૂક જોવા મળે જ છે. પરંતુ દરિયાના પાણીમાં મોજ મસ્તીનો માહોલ ક્યારે ગમગીન બની જાય તે કહી ન શકાય.

દરિયાકિનારે શનિ રવિ માં પર્યટકો નો ઘોડાપુર આવી રહ્યો છે ત્યારે દરિયાકિનારે અકસ્માત ના કિસ્સા પણ વધી રહ્યા છે થોડા સમય પેહલા જ દીવ ના દરિયા માં નહાવા પર પ્રતિબંધ મુકવા માં આવ્યો હતો તેમજ કરજણ નદી માં નાહવા પડેલા એક જ પરિવાર ના 5 સભ્યો ના મોત ના સમાચાર સામે આવ્યા હતા ત્યાર બાદ સુરત ના સુંવાળી બીચ પર થી પણ પાંચ યુવાનો દરિયામાં ડૂબ્યા હોવાનું સામે આવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો

હાલ મળતી માહિતી મુજબ દ્વારકા ના ગોમતી ઘાટ નજીક પંચકોઈ વિસ્તાર થી આવી ઘટના સામે આવી છે જ્યાં મેહસાણા ના 5 યુવાનો નહાવા પડ્યા હતા જેમાંથી 2 યુવાનો ડૂબ્યા હતા તેમાંથી એક યુવાન નો સ્થાનિક તરવૈયાઓ એ આબાદ બચાવ કર્યો હતો અને 1 યુવક ની શોધખોળ ચાલુ છે ફાયર વિભાગ ની ટિમ દ્વારા 1 યુવાન ની શોધખોળ ચાલુ છે

14 વર્ષ ની ઉમર ના કાર્તિક સોલંકી નામ ના યુવક ની શોધખોળ ચાલુ છે દરિયા માં નાહવા પડ્યા બાદ તે તણાવા લાગ્યા હતા જેમાંથી 1 યુવક નો બચાવ થયો પરંતુ કાર્તિક હજી લાપતા છે

દ્વારકા ની ગોમતી નદી માં શ્રદ્ધાળુ ડૂબકી લગાવતા હોઈ છે અને ઘણી વાર ડૂબવા ના કિસ્સા સામે આવે છે જ્યાં સ્થાનિક તરવૈયા દ્વારા બચાવ કરાતો હોઈ છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *