google-site-verification: googlec8654436f05b508b.html

ઝડપની મજા મોતની સજા.. નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર હિટ એન્ડ રનમાં 3ના મો’ત

ઝડપની મજા મોતની સજા.. નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર હિટ એન્ડ રનમાં 3ના મો’ત

ગુજરાતમાં હિટ એન્ડ રનના બનાવો સામાન્ય બની ગયા છે. બેફામ વાહન ચલાવતા ચાલકોને જાણે કોઈના જીવની પરવાહ ન હોય તેમ અકસ્માત સર્જી રસ્તા પર ચાલતા અને બાઈક સવાર લોકોને અડફેટે લઈ રહ્યા છે. નડીયાદ એક્સપ્રેસ હાઇવે પર હિટ એન્ડ રનની ગોઝારી ઘટના સામે આવી છે.બાઇકને અજાણ્યા વાહનચાલકે મોતની ટક્કર મારી છે.

ખેડા જિલ્લામાં આજે બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. નડિયાદ-ડાકોર રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. જ્યારે ગોબલેજ પાસે ઈનોવા કાર પલટી જતા કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યા છે. પોલીસ દ્વારા બંને ગુનામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત, નડિયાદમાં હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. નડિયાદમા ડાકોર રોડ પર અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા ચાલક સહિત ત્રણ ઈસમોના અકાળે મોત નિપજ્યા છે. પોલીસે ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રવિવારની સમી સાંજે નડિયાદમા ડાકોર રોડ પર આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ નજીક પસાર થઇ રહેલ મોટર સાયકલને અજાણ્યા કોઈ વાહને ટક્કર મારી ફરાર થયો છે. મોટરસાયકલ ચાલક સહિત પાછળ બેઠેલ અન્ય બે યુવકો મળી કુલ ત્રણ યુવકો મોટરસાયકલ સાથે રોડ ઉપર પટકાયા હતા. જેના કારણે આ ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રોડ ઉપર જ લોહીના ખાબોચીયા ભરાયા હતા. ગંભીર ઇજાઓ થતા આ ત્રણે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા વળ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર આ ત્રણેય યુવકો ક્યાંના હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે દિશામાં પોલીસે કામગીરી આરંભી છે.

મૃતક યુવાનોના નામ: બારૈયા રણછોડભાઈ પુનમભાઈ (સણસોલી, તા.મહેમદાવાદ),રાવળ રણજીતભાઈ રાજુભાઇ (સણસોલી, તા.મહેમદાવાદ),પરમાર મીતુલભાઈ (ભાઈજીપુરા, ડભાણ, તા.નડિયાદ)

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *