હસતી-રમતી જિંદગીઓ દટાઈ: હળવદમાં દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના 3 લોકોના મો’ત- ‘ઓમ શાંતિ’
હળવદના સુંદરીભવાની ગામે આજે સાંજના સમયે વરસાદને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ. વરસાદી પાણીને કારણે દિવાલ પડતા બે સગાભાઈ અને એક મહિલા કાટમાળ નીચે દટાઈ જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતે એક જ પરિવારના 3 લોકોના મોત થતાં આખા ગામમાં ચકચાર મચી જવા પામી છે.
હળવદ: ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના શરૂ થતાં અનેક જિલ્લાઓમાં ધોધમાર તો ક્યાંક સામાન્ય વરસાદ પડી રહ્યો છે. જો કે, કેટલીક જગ્યાએ વરસાદે આફત પણ સર્જી છે. શનિવારે રાતે અમદાવાદ-ગાંધીનગરના વરસાદ પડ્યો હતો. આ દરમિયાન ચાંદખેડામાં વીજ થાંભલાને હાથ અડતા માતા-પુત્રને કરંટ લાગતા બંને મોતને ભેટ્યા હતા. જ્યારે આજે હળવદમાં વરસાદને કારણે કાચી દિવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયાની ઘટના સામે આવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર હળવદના સુંદરીભવાની ગામે આજે સાંજના સમયે વરસાદને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ. વરસાદી પાણીને કારણે દિવાલ પડતા બે સગાભાઈ અને એક મહિલા કાટમાળ નીચે દટાઈ જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતે એક જ પરિવારના 3 લોકોના મોત થતાં આખા ગામમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં કાટમાળ હટાવીને ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાપ્ત અહેવાલો અનુસાર સુંદરીભવાની ગામની સીમમાં કેનાલ કાંઠે આવેલ ગફલભાઈ સુરાભાઈ દેગામાની વાડીએ દિવાલ ધારાશાયી થતા તેમના બે દીકરા અને પુત્રવધૂને દીવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. મૃતકોમાં બંને સગાભાઈ છેલાભાઈ, વાઘજીભાઈ તેમજ પુત્રવધૂનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા હળવદ GIDCમાં દિવાલ ધસી પડતા 12 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા.
અમદાવાદમાં માતા-પુત્રનું કરંટ લાગતા મોત, શનિવારે સાંજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. આ દરમિયાન જાહેર રોડ પર આવેલા વીજળીના થાંભલાના ખુલ્લા વાયરના સંપર્કમાં આવી જતાં ચાંદખેડામાં 10 વર્ષના બાળક અને મહિલાના કમકમાટીભર્યા મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.