અમેરિકા જોતું રહ્યું: સસ્તા પેટ્રોલ બાદ ભારતે રશિયા સાથે વધુ એક મોટી ડીલ પાર પાડી
રશિયા અને યુક્રેનનું યુદ્ધ ત્રણ મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહ્યું છે. જે જંગને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 72 કલાકમાં પૂરું કરવાના દાવા કરતા હતા તે યુદ્ધ 100 દિવસ કરતા પણ વધુ લાંબુ ખેંચાઈ ચુક્યું છે અને આ એટલા માટે થયું કારણકે પુતિનના શરૂઆતના બધા જ અનુમાન, મૂલ્યાંકન ખોટા સાબિત થયા.
યુક્રેન પર રશિયાના હુમલાના વચ્ચે ખાતરના વધતાં ભાવોને લઈને ભારત જેવા કૃષિપ્રધાન દેશની મુશ્કેલીઓ વધી રહી છે. રશિયા વિશ્વમાં ખાતરનો મોટો ઉત્પાદક દેશ છે અને પ્રતિબંધોના કારણે હવે તે વૈશ્વિક બજારમાં ખાતર મોકલી શકતું નથી. જેનાથી ખાતરની કિંમતોમાં તોતિંગ વધારો થયો છે. ત્યારે હવે ભારત માટે આ તમામની વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. ભારતે રશિયા પાસેથી ખાતરની મોટી સપ્લાઈને અંતિમ મંજૂરી આપી દીધી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષો સુધી ચાલે તેટલા ખાતરના સ્ટોકની વાતચીતને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે
વસ્તુ વિનિમય પ્રણાલી અંતર્ગત વેપાર થશે. યુક્રેન પર હુમલાને લઈને રશિયા પર પ્રતિબંધો લાગેલા છે, જેના કારણે તે ડોલરમાં વેપાર કરી શકતા નથી. રશિયા સાથે વેપારને લઈને અમેરિકાએ ઘણી વાર ભારતને આડકતરી રીતે ચેતવણી આપવાની કોશિશ કરી છે, પણ ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે, તેના માટે દેશ હિત પહેલા અને તે જ રીતે પોતાની નીતિ નિર્ધારિત કરશે. પશ્ચિમી દેશોના આકરા પ્રતિબંધોના કારણે ભારત રશિયા વેપાર માટે વસ્તુ વિનિમય સિસ્ટમ અપનાવી રહ્યા છે. જે અંતર્ગત ભારત રશિયા પાસેથી ખાતર ખરીદશે. બદલામાં રશિયા તે જ કિંમતમાં ચા, ઉદ્યોગનો કાચો માલ અને ઓટો પાર્ટ્સ આપશે.
ભારત ખાતાર માટે અન્ય દેશો પર નિર્ભર, ભારતની મોટી ભાગની વસ્તી કૃષિ પર નિર્ભર છે. ભારતની 2.7 અબજ ડોલરની અર્થવ્યવસ્થામાં કૃષિનો 15 ટકા ભાગ છે.રશિયા યુક્રેન યુદ્ધથી ખાતરની આવક પર અસર પડી રહી છે, જેના કારણએ ખેડૂતોને ભારે માર વેઠવાનો વારો આવ્યો છે.