બહારની ખાણીપીણીના શોખીન માટે લાલબતી સમાન કિસ્સો: McDonald’s બાદ અહિયાં કોકોમાંથી નીકળી ગરોળી
બહાર ખાણી પીણી ના રસિયા માટે વધુ એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે મરોલી પંથકમાં આઈસ્ક્રીમની એક ટેમ્પામાં ચાલતી મોબાઈલ દુકાનમાં ગઇકાલે મંગળવારે નિમળાઈ ગામે એક ગ્રાહક કોકો પીતો હતો. ત્યારે તેના કોકોમાંથી ગરોળી નીકળતાં ચકચાર મચી જવા પામી હતી. બાદમાં ગ્રાહકે આઈસ્ક્રીમની દુકાને ભારે ઉહાપોહ મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી હતી. જો કે ગ્રાહકે આ અંગે કોઇ પ્રકારની ફરિયાદ નોંધાવી નથી.
મરોલી પંથકમાં કોકોમાંથી ગરોળી મળી આવતાં ચકચાર, ગઇકાલે મંગળવારે બપોરે દેવનારાયણ આઈસક્રીમના એક ટેમ્પોમાં ચાલતી દુકાન ઉભરાટ રોડ પર આવેલા નિમળાઈ ગામે ઊભી હતી. ત્યારે એક ગ્રામજને કોકોનો ઓર્ડર આપ્યો હતો. કોકો પીતા હતા તે દરમિયાન તેમાંથી ગરોળી નીકળી હતી. જેના પગલે ગ્રાહકે દુકાન પર ઉહાપોહ પણ મચાવ્યો હતો.
વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ, કોકોમાંથી ગરોળી નીકળતાં આ બાબતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ચકમક ઝરી હતી. આ બાબતે ગ્રાહકે કોઈ ફરિયાદ નોંધાવી નહોતી. આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા આવા દુકાનદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ મરોલી પંથકના લોકો કરી રહ્યા છે. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો.
વીડિયો વાઇરલ કરનારા યુવકે કંઇપણ બોલવાનો ઇન્કાર કર્યો. આ સમગ્ર પ્રકરણમાં વીડિયો વાયરલ કરનારા યુવાન પાસે માહિતી મેળવવા જતાં તેણે કંઇપણ બોલવાનો ઇનકાર કર્યો હતો. છેલ્લા 1 અઠવાડિયામાં ભોજનમાં વંદો અને ગરોળી નીકળવાનો આ બીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ સમગ્ર મામલે ચકાસણી કરી આવા લેભાગુ વેપારીઓ વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરે તેવી માંગણી શહેરમાંથી ઉઠી રહી છે.
આ પેહલા પણ અમદાવાદ માં અમેરિકન ફાસ્ટ ફૂડ કંપની McDonald’sની કોલ્ડ ડ્રિંકમાંથી ગરોળી મળી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો .જેનો વિડિઓ સોશિઅલ મીડિયા માં ખુબ વાયરલ થયો હતો