google-site-verification: googlec8654436f05b508b.html

સુરતના બ્રિજ પરથી આપઘાત કરનાર પ્રયાસને પોલીસ કર્મીએ બચાવ્યો, video viral

સુરતના બ્રિજ પરથી આપઘાત કરનાર પ્રયાસને પોલીસ કર્મીએ બચાવ્યો, video viral

અત્યારના સમયમાં લોકોને નાની મોટી વાતોમાં માઠું લાગી જતું હોય છે અને માઠું લાગી જતા લોકો તેમનું જીવન ટૂંકાવી લેતા હોય છે. તેની સાથે આજે લોકોને નાની નાની વાતોમાં ગુસ્સે થઈને કોઈની પણ હત્યા કરી દેતા હોય છે. ગમે તેવી ઘટના બને તો પોલીસ આગળ આવતી હતી,

આજે પોલીસ કર્મીઓ બધા જ લોકોની મદદ કરતા હોય છે.હાલમાં ફરી એક વખતે પોલીસની સરાહનીય કામગીરી આવી સામે આવી છે. હાલમાં પોલીસે એક યુવક તેનું જીવન ટૂંકાવવા જતો હતો અને તેને બચાવીને આ પોલીસ કર્મીએ તેને નવું જીવનદાન આપ્યું છે.

સુરતના અણુવ્રત દ્વાર પાસે ધવલ બારોટ નામનો વ્યક્તિ વિચારોમાં આવીને તેની જીવન ટૂંકાવવા માટે ઓવર બ્રિજ પર ચડ્યો હતો.

આ ઘટનાની જાણ તરત જ પોલીસને એક વ્યક્તિએ કરી હતી તો બ્રિજ નીચેના પોઇન્ટ પર ટ્રાફિક પોલીસને જાણ થતા જ દોડીને યુવક પાસે પહોંચી ગયા હતા અને યુવકનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ પોલીસે યુવકને ઓફિસમાં લઇ જઈને ઘણો સમજાવ્યો હતો. ત્યારપછી પોલીસે ધવલના પિતા અને કાકાને બોલાવ્યા હતા અને તેમને ધવલને સોંપ્યો હતો.

આજે આ યુવકનો જીવ બચાવીને તેને નવું જીવનદાન આપીને એક દાખલો બેસાડ્યો હતો. આવી ઘટનાઓ રોજે રોજ બનતી જ રહેતી હોય છે અને તેમાં પણ પોલીસ આગળ આવીને લોકોની મદદ કરતા જ રહેતા હોય છે. આજે આપણી પોલીસ સતત લોકોની સેવા માટે આગળ આવે છે અને બધા જ લોકોની મદદ પણ કરતા હોય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *