બનાસકાંઠા: કાંકરેજનો થરા-શિહોરી હાઈવે થયો લોહીલુહાણ, 3 લોકોના મો’ત થતા હિબકે ચડ્યો પરિવાર- ‘ઓમ શાંતિ’
કાંકરેજના થરા-શિહોરી હાઈવે ઉપર વડા પુલ નજીક કાર પલટી મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ડીસા તરફથી જઈ રહેલા એક જ પરિવારના સભ્યોને શિહોરી હાઈવે ઉપર વડા પુલ નજીક કાર પલટી ખાઈ જતા 2 લોકોના મોત નિપજ્યા છે અને ચાર લોકો ઘાયલ થયાં છે. બનાવના પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં એક બાદ એક લોકો જીવ ગુમાવી રહ્યા છે. જેમાં આજે કાંકરેજના થરા શિહોરી હાઈવે ઉપર એક કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ડીસા તરફથી જઈ રહેલા એક જ પરિવારના સભ્યોને અકસ્માત નડતા 2 લોકોના મોત નિપજ્યા છે.
જયારે 4 લોકો ઘાયલ થયાં હતા. અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ તેમજ પગલે સ્થાનિક લોકો દોડી પહોંચી ઘાયલોને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતને લઈ વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
કમનસીબ મૃતકો
1. વીજાબેન ગણપતભાઈ પ્રજાપતિ (ઉં.વ.50)
2. અપેક્ષાબેન (કશિશબેન) મનુભાઈ પ્રજાપતિ (ઉં.વ.16)
3. રેવાબેન મેવાભાઇ પ્રજાપતિ (ઉં.વ.90)
ઇજાગ્રસ્ત
1. રોહિત ગણપતભાઈ પ્રજાપતિ (ઉં.વ.38)
2. ગણપતભાઈ મેવાભાઇ પ્રજાપતિ (ઉં.વ.58)
3. નીવાન રોહિતભાઈ પ્રજાપતિ (ઉં.વ.5)
4. હીનાબેન રોહિતભાઈ પ્રજાપતિ (ઉં.વ.29)