ગોકુલધામમાં દયાબેનની એન્ટ્રી, જેઠાલાલ ખીલ્યા, પણ એક ટ્વીસ્ટ છે
શું તમને વિશ્વાસ નથી આવતો ને… પણ આ વાત ખરેખર સાચી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નવા પ્રોમો જોઈને તો કહી શકાય. શોમાં જે ક્ષણની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આવી જ છે. હવે ફરી ગોકુલધામમાં દયાબેનનાં પગલાં પડવા જઈ રહ્યાં છે અને ગરબા ક્વીન પાછી ફરવા જઈ રહી છે.
હા. હાલમાં જ જેઠાલાલને સમાચાર મળ્યા કે તેમની દુકાન એટલે કે ગડા ઈલેક્ટ્રોનિક્સનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તે ટૂંક સમયમાં જ શુભ મુહૂર્તમાં દુકાન ખોલશે પણ આ સાથે જ જેઠાલાલને વધુ એક સારા સમાચાર મળ્યા છે. તેમની દયા હવે અમદાવાદથી મુંબઈ આવી રહી છે, તે પણ ગોકુલધામમાં. વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ પ્રોમો.
આ પ્રોમોમાં જેઠાલાલ સુંદરલાલ સાથે ફોન પર વાત કરી રહ્યા છે જેમાં સુંદરલાલ તેમને જણાવે છે કે દયાબેન મુંબઈ આવી રહ્યા છે અને તેઓ પોતે જ તેમને લઈને આવશે. પછી ગોકુલધામના ગેટ પર કોઈનો પડછાયો દેખાય છે અને પછી ગુજરાતી સાડીમાં એક સ્ત્રી દેખાય છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે દયાબેન હવે શોમાં પાછા ફર્યા છે, જેના કારણે બધા ખુશ છે.
શું દિશા વાકાણીની બદલી થઈ?
હવે સવાલ એ છે કે શું હવે આ શોમાં દયાબેનનું પાત્ર દિશા વાકાણી નહીં પણ અન્ય કોઈ ભજવશે? આનું કારણ એ છે કે દિશા વાકાણી તાજેતરમાં જ માતા બની છે, તેથી તે આટલી જલદી શોમાં પાછી નહીં ફરે, તો શું તેનો અર્થ એ છે કે દિશા વાકાણીને રિપ્લેસ કરવામાં આવી રહી છે.