google-site-verification: googlec8654436f05b508b.html

પરિવારના આઠ સભ્યો જાનમાં જઇ રહ્યા હતા પરંતુ અડધા રસ્તે જ બન્યું એવું કે જાનમાં પહોંચે તેની પહેલા જ આખા પરિવારની નનામીઓ એકસાથે ઉઠી.

પરિવારના આઠ સભ્યો જાનમાં જઇ રહ્યા હતા પરંતુ અડધા રસ્તે જ બન્યું એવું કે જાનમાં પહોંચે તેની પહેલા જ આખા પરિવારની નનામીઓ એકસાથે ઉઠી.

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે જેમાં અનેક પરિવાર લગ્ન પ્રસંગને યાદગાર બનાવા માટે કંઈક ને કંઈક નવું કરતા હોય છે ત્યારે અમુક પરિવારમાં લગ્નની ખુશી માતમમાં પણ ફેરવાઈ જતી હોય છે ત્યારે આજે અમે તમને એક એવી જ દુઃખદ ઘટના વિષે વાત કરવાના છીએ.

જેમાં જાનૈયાની કાર સાથે એક ટ્રકનો અકસ્માત થતા લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.આ ઘટના જ્સ્થાનના બાડમેરમાં મોડી રાત્રે બની હતી જે અકસ્માત થતા આઠ આઠ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જે દરેક સભ્યો એક પરિવારના હતા.

આ ગોઝારા અકસ્માતમાં પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.આ અકસ્માત એટલો ભયંકર હતો કે દરેક વ્યક્તિના મૃતદેહ પણ ગાડીમાં ફસાઈ ગયા હતા પોલીસ તપાસ મુજબ મળતી માહિતી અનુસાર ગાડીમાં ૯ લોકો હાજર હતા જેમાં આઠ લોકોના મૃત્યુ થયા છે.

જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેથી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જાનૈયા જાન લઈને જઇ રહ્યા હતા પરંતુ તે પહોંચવાના હતા તેના આઠ કિલોમીટર પહેલા જ અકસ્માત થયો હતો.ગાડીમાં ફસાયેલા તમામ લોકોના મૃતદેહને બહાર કાઢવામાં પણ ખુબજ મુશ્કેલી થઈ હતી.

લગ્નનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો હતો.એક જ પરિવારના દરેક સભ્યોની અર્થી નીકરતા આખું ગામ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું હતું.આખું ગામ પરિવારની અંતિમ વિદાય જોઈને ભાવુક થઈ ગયું હતું આ દર્શ્યો ક્યારેય ભુલાશે નહિ તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *