મન હોય તો માળવે જવાય / સાયકલ પર કપડા વેંચતા પિતાની દીકરીએ મેળવ્યા 99.85 પર્સેન્ટાઈલ, ભવિષ્યમાં લોકસેવા કરવાની વ્યક્ત કરી ઈચ્છા
વડોદરા નજીક પાદરા ખાતે રહેતી વિદ્યાર્થિની રાબિયા ફારુખભાઈ મેમણે 99.85 પર્સેન્ટાઈલ સાથે એ-1 ગ્રેડ મેળવીને પાદરા તાલુકામાં ઝળહળતી સફળતા મેળવી છે.
રાબિયા મેમણના પિતા સાયકલ પર કપડા વેચવા માટે ફરે છે અને ગમે તેવી કપરી સ્થિતિ હોવા છતા તેમણે રાબિયા અભ્યાસ કરીને આગળ વધે તે માટે તમામ સપોર્ટ કર્યો છે.રાબિયાની બીજી ત્રણ બહેનો છે અને તેમાંથી બેના લગ્ન પણ થઈ ગયા છે.
ફારુખભાઈ કહે છે કે, મારી કપડાની દુકાન હતી પણ લોકડાઉન અને કોરોનાના કારણે મારે દુકાન બંધ કરવી પડી હતી અને ેએ પછી મેં સાયકલ પર કપડા વેચવા જવાનુ ચાલુ કર્યુ હતુ.
મારી પુત્રીની સફળતાનો મને અને મારા પરિવારને ગર્વ છે. તેને ઉચ્ચાભ્યાસ કરવો છે અને આગળ જઈને સિવિલ સર્વિસમાં જવાની ઈચ્છા છે. પાદરા તાલુકામાં તે અવ્વલ આવી છે.
અભ્યાસ માટે તેને ક્યારેય કોઈ જાતની તકલીફ ના પડે તેનુ ધ્યાન રાખ્યુ હતુ અને આજે તેની સફળતા પરિવાર માટે ખુશીઓ લઈને આવી છે.