મળી ગઈ કેન્સરની સંજીવની / 6 મહિનામાં સંપૂર્ણ સ્વથ્ય થયા કેન્સર પીડિત 18 દર્દી , કીમોથેરપી અને રેડિએશનની પણ જરૂર નહીં પડે
મેડીસીન ક્ષેત્રમાં વિકાસ થવા છતા કેન્સર જેવી બીમારીને આજે પણ અસાધ્ય રોગની શ્રેણીમાં રાખવામાં આવે છે. જોકે હવે એક ક્લિનિકલ ટ્રાયલ પછી દાવો કરવામાં આવી રહ્યો છે કે જે દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો તેમાં 100 ટકા રિઝલ્ટ જોવા મળ્યા છે અને તેઓ સંપૂર્ણ રીતે કેન્સર મુક્ત થઈ ગયા છે. જો ભવિષ્યમાં પણ આ દવા કારગાર સાબિત થાય છે તો તેને કેન્સર માટે સંજીવની કહી શકાય તેમ છે. ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન રેક્ટલ કેન્સરના 18 દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ દર્દીઓને 6 મહિના સુધી ડોસ્ટરલિમૈબ નામની દવા આપવામાં આવી હતી. દાવો કરવામાં આવ્યો છે કે હવે આ બધા દર્દીઓ એકદમ સ્વસ્થ છે અને કેન્સરથી મુક્ત છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે ડોસ્ટરલિમૈબ નામની દવા લેબમાં વિકસિત અણુઓથી બની છે જે માનવ શરીરમાં સબ્ટીટ્યૂટ એન્ટીબોડી તરીકે કામ કરે છે. જે દર્દીઓને આ દવા આપવામાં આવી હતી તેમના ટ્યૂમર ધીમે ધીમે ગાયબ થઈ ગયા હતા. આ બધા દર્દીઓમાં કેન્સરનું હવે નામોનિશાન જોવા મળી રહ્યું નથી. તેમની ફિઝીકલ એક્ઝામ, એન્ડોસ્કોપી, પોઝીટ્રોન એમિશન ટોમોગ્રાફી અને પીઈટી સ્કેનની સાથે ઈએમઆઈ પણ કરવામાં આવી હતી.
ન્યૂયોર્કના મેમોરિયલ સ્લોન કેટરીંગ સેન્ટરના ડૉ. લુઈસ એ ડિયાઝના કહેવા પ્રમાણે આટલા દિવસોના ઈતિહાસમાં આ પહેલી વખત સંભવ થઈ શક્યું છે કે એક રીતના ઈલાજથી જ બધા દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના પ્રમાણે, કેન્સરનો ઈલાજ કરાવવા દરમિયાન કોઈ પણ દર્દીને કીમોથેરાપી, સર્જરી અને રેડિએશન જેવા ખતરનાક પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. આ કારણે અન્ય ઘણી બીમારીઓ પણ થાય છે. પરંતુ આ ક્લિનિકલ ટ્રાયલમાંથી જે પરિણામ મળ્યા છે તેનાથી વૈજ્ઞાનિકો પણ હેરાન રહી ગયા છે. જે દર્દીઓને લાગ્યું હતું કે તેમનો ઈલાજનો આ માત્ર એક પગલું છે. પરંતુ હવે તેમને કેન્સરમાંથી મુક્તિ મળી ગઈ છે.
એનો અર્થ એવો થયો કે હવે તેમને કોઈ ઈલાજની જરૂર નથી. મીડિયા સાથે વાત કરતા ડૉ. એલન પી વેનુકે કહ્યું કે આ ઘણી આશ્ચર્યજનક વાત છે. આ દુનિયાનું પહેલું એવું રિસર્ચ છે જેમાં પહેલા ટ્રાયલમાં જ રોગ નાબૂદ થઈ ગયેલો જોવા મળ્યો છે. ટ્રાયલ તરીકે ડોસ્ટરલિમૈડને દર ત્રણ મહિને 6 મહિના સુધી આપવામાં આવી હતી. વળી આ દવાની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી.