ભાવિ વહુ રાધિકા મર્ચન્ટનો ક્લાસિકલ ડાન્સ જોઈને ગદગદિત થઈ ગયા નીતા-મુકેશ અંબાણી, ડાન્સ જોવા આખું બોલિવૂડ ઉમટ્યું
એક શાનદાર ભરતનાટ્યમના પર્ફોર્મન્સથી મુંબઈ શહેર જીવંત થઈ ગયું હતું. મુંબઈની સેલિબ્રિટીમાં આ વાતની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ પર્ફોર્મન્સ બીજા કોઈએ નહીં પણ અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટે આપ્યું હતું. અંબાણી પરિવારે નાની વહુ રાધિકા મર્ચન્ટની અરંગેત્રમ સેરેમની યોજી હતી. આ ઇવેન્ટમાં માત્ર અંબાણી પરિવાર જ નહીં, પરંતુ ફિલ્મ સ્ટાર્સ પણ આવ્યા હતા. જોકે, તમામની નજર તો પુત્ર આકાશ અંબાણી, દાદા મુકેશ અંબાણી ને પૌત્ર પૃથ્વી અંબાણી પર જ રહી હતી.
હાલમાં જ અંબાણી પરિવારે નાની વહુ રાધિકા મર્ચન્ટની અરંગેત્રમ સેરેમની યોજી હતી. આ ઇવેન્ટમાં માત્ર અંબાણી પરિવાર જ નહીં, પરંતુ ફિલ્મ સ્ટાર્સ પણ આવ્યા હતા. જોકે, તમામની નજર તો પુત્ર આકાશ અંબાણી, દાદા મુકેશ અંબાણી ને પૌત્ર પૃથ્વી અંબાણી પર જ રહી હતી.
રાધિકા મર્ચન્ટ ક્લાસિકલ ડાન્સર છે. તે લાંબા સમયથી ક્લાસિકલ ડાન્સનો અભ્યાસ કરી રહી છે. ક્લાસિકલ ડાન્સર હોવાને કારણે રાધિકા મર્ચેન્ટે પહેલી જ વાર સ્ટેજ પર પર્ફોર્મ કર્યું હતું. આને અરંગેત્રમ કહેવામાં આવે છે.
રાધિકા મર્ચન્ટની અંરગેત્રમ સેરેમની મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં રાખવામાં આવી હતી. આ સેરેમનીમાં સલમાન ખાન, આમિર ખાન, રણવીર સિંહ, ક્રિકટેર ઝહિર ખાન-સાગરિકા ઘાટગે પણ જોવા મળ્યાં હતાં.
આકાશ અંબાણી, શ્લોકા અંબાણી, નીતા અંબાણી, કોકિલાબેન અંબાણી, અનિલ અંબાણી જોવા મળી હતી. ઓરેન્જ રંગની સાડી સાથે નીતા અંબાણીએ મહારાણી નેકલેસ પહેર્યો હતો.
પૌત્રને તેડીને જોવા મળ્યાઃ મુકેશ અંબાણીએ પૌત્ર પૃથ્વીને તેડ્યો હતો અને બાજુમાં દીકરો આકાશ અંબાણી ઊભો હતો. દાદા, પુત્ર ને પૌત્રે ફોટોગ્રાફર્સને સાથે પોઝ આપ્યા હતા. મુકેશ અંબાણીએ લાડલા પૌત્રને તેડ્યો હતો. પૌત્ર પણ દાદાના ખોળામાં એકદમ શાંત જોવા મળ્યો હતો.
રમેશ ઓઝા પણ આવ્યાઃ અંબાણી પરિવારના ગુરુ રમેશ ઓઝા પણ અરંગેત્રમ સેરેમનીમાં ખાસ આવ્યા હતા. જ્યારે તેઓ આવ્યા અને કારમાંથી નીચે ઉતર્યા એટલે મુકેશ અંબાણી તથા અનિલ અંબાણી તેમને લેવા માટે ગયા હતા. અનિલ અંબાણી તરત જ રમેશ ઓઝાને પગે લાગ્યો હતો તો મુકેશ અંબાણીએ માથું નમાવ્યું હતું.