ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ બતાવ્યો પંડ્યા બંધુઓના ઘરનો અંદરનો નજારો, જુઓ વિડીઓમાં ઘરે હોય ત્યારે પંડયા બ્રધર્સ કેવી મસ્તી કરે છે
ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. સાથે જ પોતાની યૂટ્યૂબ ચેનલ પર વિવિધ વ્લોગ પણ અપલોડ કરતી રહે છે. હાલમાં જ નતાશાએ પોતાના ઘરની ટૂર કરાવતો વ્લોગ શેર કર્યો છે. આ મુંબઈમાં આવેલું પંડ્યા બ્રધર્સ એટલે કે કૃણાલ અને હાર્દિકનું ઘર છે.
ટીમ ઈન્ડિયાના ઓલ-રાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. IPL 2022માં પોતાની ટીમ ગુજરાત ટાઈટન્સ ને શાનદાર જીત અપાવ્યા બાદ હાર્દિક ટીમ ઈન્ડિયામાં પાછા ફરવાનો પોતાનો માર્ગ મોકળો કર્યો હતો. ઈજાના કારણે હાર્દિક ટીમમાંથી બહાર થયો હતો પરંતુ હવે એકદમ સ્વસ્થ થઈને પાછો ફર્યો છે. જોકે, હાર્દિક ટીમમાંથી બહાર હતો ત્યારે તે પોતાની ફિટનેસ અને રિકવરી પર ધ્યાન કેંદ્રિત કરી રહ્યો હતો.
આ બધામાં તેનો સૌથી મોટો સપોર્ટ પત્ની અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક બની હતી. નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. તે પંડ્યા પરિવારની જિંદગીમાં ડોકિયું કરાવવાની સાથે પંડ્યા બ્રધર્સની સિદ્ધિઓને પણ બિરદાવતી રહે છે. નતાશા સ્ટેનકોવિકે હાલમાં જ પોતાની યૂટ્યૂબ ચેનલ પર પોતાના ઘરની ટૂર કરાવતો વિડીયો શેર કર્યો છે.
નતાશા સ્ટેનકોવિકની પોતાની યૂટ્યૂબ ચેનલ છે અને આશરે 1 લાખ જેટલા સબસ્ક્રાઈબર્સ પણ છે. નતાશાએ ચેનલ પર પોતાના મુંબઈ સ્થિત ઘરનો વિડીયો શેર કર્યો છે. આ ઘરમાં હાર્દિક-નતાશાની સાથે ક્રિકેટર કૃણાલ પંડ્યા પણ પત્ની પંખુડી શર્મા સાથે રહે છે. નતાશાએ આ વ્લોગમાં પોતાના નવા ઘરની ઝલક બતાવવાની સાથે પંડ્યા પરિવાર નવરાશના સમય કેવી રીતે સમય પસાર કરે છે તે પણ બતાવ્યું છે.
વિડીયોની શરૂઆતમાં નતાશા પોતાના રૂમમાં જ્યૂસ પીતી જોવા મળે છે. બાદમાં તે દીકરા અગસ્ત્ય માટે કેટલીક બુક્સ, કાર અને બીજી જરૂરી વસ્તુઓ લેવા જાય છે. શોપિંગ બાદ પંડ્યા પરિવાર લંચ લેતો જોવા મળે છે. હાર્દિક પોતાના ભાઈ કૃણાલ અને અન્ય સભ્યો સાથે વાતો અને મસ્તી કરતો જોવા મળે છે. વિડીયોમાં જોઈ શકો છો કે પંડ્યા પરિવારના પાલતુ શ્વાન પણ ઘરમાં દોડાદોડ કરી રહ્યા છે. સાથે જમવા ઉપરાંત પરિવારના સભ્યો નવરાશની ઘડીમાં ગેમ્સ પણ રમતાં દેખાઈ રહ્યા છે.