google-site-verification: googlec8654436f05b508b.html

હાર્દિક પટેલે ફેસબુક પર ભાજપની પોસ્ટ મૂકી એવુ તો શુ લખ્યું કે, યુઝર્સે શરુ કરી ગાળુ વાળી- જુઓ કેવું કેવું કહ્યું લોકોએ?

હાર્દિક પટેલે ફેસબુક પર ભાજપની પોસ્ટ મૂકી એવુ તો શુ લખ્યું કે, યુઝર્સે શરુ કરી ગાળુ વાળી- જુઓ કેવું કેવું કહ્યું લોકોએ?

ગુજરાતમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર હાર્દિક પટેલ આ દિવસોમાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં છે. પક્ષ પલટો કર્યા બાદથી હાર્દિક પટેલને સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. યૂઝર્સ હાર્દિકને ટેગ કરીને જૂના વીડિયો અને ફોટો શેર કરી રહ્યાં છે. આ પ્રકરણમાં ફેસબુક પર હાર્દિક પટેલ વિરુદ્ધ એટલી બધી અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી હતી કે તેણે પોતાનું કોમેન્ટ બોક્સ બંધ કરવું પડ્યું હતું. એટલું જ નહીં, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનમાંથી ઉભરેલા નેતા હાર્દિક પટેલને પણ સતત ધમકીઓ મળી રહી હતી, જે બાદ તેને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી છે.

ભાજપમાં જોડાવાનો વિરોધ, હાર્દિક પટેલે ગુજરાત ભાજપના સભ્યપદ અભિયાન સંદર્ભે ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે સોશિયલ મીડિયા પર અપીલ કરી હતી કે લોકોએ મિસ્ડ કોલ દ્વારા ભાજપમાં જોડાવવું જોઈએ. તેણે પોતાની પોસ્ટ સાથે એક પોસ્ટર પણ લગાવ્યું હતું, જેમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે હાર્દિક પટેલની તસવીર પણ હતી.

સેંકડો લોકોએ અભદ્ર ટિપ્પણી કરી, આ સાથે જ હાર્દિક પટેલે ફેસબુક પર આ પોસ્ટ મુકતાની સાથે જ તેની સામે અભદ્ર ટિપ્પણીઓનો મારો શરૂ થઈ ગયો હતો. લોકોએ તેના કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવા પર સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે જ લોકોએ બીજેપી વિરૂદ્ધ તેના જૂના નિવેદનોના વીડિયો અને ફોટા શેર કરવાનું શરૂ કરી દીધું. આ પોસ્ટ પર લોકો દ્વારા 150 થી વધુ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેનાથી પરેશાન થઈને હાર્દિક પટેલે પોતાનું કોમેન્ટ બોક્સ બંધ કરી દીધું હતું. તમને જણાવી દઈએ કે ફેસબુક તેના યુઝર્સને અધિકાર આપે છે કે તેઓ તેમના કોમેન્ટ બોક્સને લોક કરી શકે છે.

2જી જૂને ભાજપમાં જોડાયા. પાટીદાર નેતા હાર્દિક પટેલ ગત 2 જૂને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો. થોડા દિવસ પહેલા જ તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. ભાજપના ગુજરાત એકમના પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પાર્ટીમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલે ટ્વીટ કર્યું હતું કે “રાષ્ટ્રહિત, રાજ્ય હિત, જનહિત અને સામાજિક હિતની લાગણી સાથે હું આજથી એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યો છું. ભારતના સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હું રાષ્ટ્ર સેવાના કાર્યમાં નાના સૈનિક તરીકે કામ કરીશ”.

અનામતની માંગ માટે આંદોલન થયું. 2015 માં, 28 વર્ષની ઉંમરે, હાર્દિક પટેલે પાટીદાર સમુદાય માટે અનામતની માંગ સાથે આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. હાર્દિક પટેલ 2019 માં કોંગ્રેસમાં જોડાયો હતો. પટેલે 18મી મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પહેલા પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં દાવો કર્યો હતો કે પાર્ટીએ દેશના કેટલાક મહત્વના મુદ્દાઓ પર માત્ર અવરોધક તરીકે કામ કર્યું છે અને તે દરેક વસ્તુનો માત્ર વિરોધ કરે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *