google-site-verification: googlec8654436f05b508b.html

ગોંડલ: પરિવારમાં ઘોડાના બચ્યાનું મૃત્યુ થતા લોકોએ પરિવારના સભ્ય તરીકે ઘોડાના ધાર્મિક વિધિથી કર્યા અંતિમસંસ્કાર, જુઓ વિડિઓ…

ગોંડલ: પરિવારમાં ઘોડાના બચ્યાનું મૃત્યુ થતા લોકોએ પરિવારના સભ્ય તરીકે ઘોડાના ધાર્મિક વિધિથી કર્યા અંતિમસંસ્કાર, જુઓ વિડિઓ…

આપણે બધા જ લોકો જાણીએ છીએ કે કોઈનું પણ મૃત્યુ થઇ જાય તો તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને તેવી જ રીતે હાલમાં એક વ્યક્તિએ પોતાના ઘોડાનું મૃત્યુ થઇ જતા તેના માલિકે ઘોડાને કોઈ પાલતુ પ્રાણીનું મૃત્યુ થઇ જાય તો તેને તેના ખેતરમાં જ દફનવિધિ કરી હતી.

આવા પ્રેમનો કિસ્સો ગોંડલમાં જોવા મળ્યો છે અહીંયા પાલતુ ઘોડાનું મૃત્યુ થઇ જતા તેના માલિકે તેને તેના જ ખેતરમાં દફનવિધિ કરી હતી.આજે આપણે પ્રાણીઓ અને વ્યક્તિઓની વફાદારીને ઘણા એવા કિસ્સાઓ જોવા મળતા હોય છે અને હાલમાં ગોંડલના રૂપાવટી ગામમાં રહેતા.

એક ઘોડાના પ્રેમી પરિવારમાં એક ઘોડીએ બચ્યાંને જન્મ આપ્યો હતો અને આ બચ્યું ત્રણ મહિનાનું હતું. આ વ્યક્તિનું નામ રાજદીપસિંહ છે અને તેમને ઘોડા પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. ત્રણ મહિના પહેલા વછેરીને જન્મ આપ્યો હતો.

વછેરીનું આકસ્મિક રીતે મૃત્યુ થઇ જતા રાજદીપસિંહે તેમના જ ખેતરમાં આ વછેરીની ધાર્મિક વિધિ સાથે દફન વિધિ કરી હતી. તેઓએ તેમની વછેરીનું નામ શાંગી રાખ્યું હતું અને તેઓ છેલ્લા ૧૫ વર્ષથી ઘોડા રાખે છે અને તેઓને અનોખો પ્રેમ છે અને હાલમાં તેમની વછેરીનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.

આ પરિવાર તેમના ઘોડાને તેમના પરિવારના સભ્યની જેમ જ રાખતા હતા અને તેથી જ તેના મૃત્યુ પછી તેમના પરિવારમાં મોટું દુઃખ લાગ્યું હતું અને તેથી જ આ પરિવારે ઘોડાને બધી જ વિધિથી દફનવિધિ કરી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *