સુરતમાં યુવકે યુવતીને લગ્નની લાલચ આપી બંગલા પર બોલાવી મિત્રો સાથે મળી રેપ કર્યો
રાજ્યમાં મહિલાથી યુવતીઓ સુરક્ષિત ન હોય તેવી ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના સુરત ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં સામે આવી છે. જ્યાં એક 27 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપીને તેને એક બંગલામાં લઈ જઇ કેટલાક નરાધમોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. એવી માહિતી મળી રહી છે કે, સૌપ્રથમ યુવતીના એક મિત્રે તેની સાથે દુષ્કર્મ કરીને વીડિયો ઉતાર્યો હતો ત્યારબાદ તેને બ્લેકમેલ કરી એક બંગલામાં બોલાવી હતી. જ્યાં આ મિત્ર અને તેના અન્ય ઈસમોએ સાથે મળીને આ યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યાર બાદ યુવતીએ સમગ્ર મામલે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનાને લઇ મુખ્ય સૂત્રધાર સહિત કુલ 3 લોકો સામે ગુનો દાખલ કરીને 2 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ અનુસાર ઉમરા વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં જયેશ નામનો વ્યક્તિ રહેતો હતો અને જયેશની મુલાકાત એક 27 વર્ષની યુવતી સાથે થઈ હતી. ત્યારબાદ જે છે આ યુવતી સાથે ઓળખાણ કેળવીને તેની સાથે સારી મિત્રતા કેળવી હતી. એકાદ મહિના સુધી બંનેની મિત્રતા કેળવીને જયેશ અને યુવતીએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ જયેશે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ જયેશ દ્વારા યુવતી સાથે શારીરિક સંબંધ બંધાયાનો એક વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો ઉતાર્યા બાદ જયેશ આ યુવતીને અવાર નવાર બ્લેકમેલ કરતો હતો. ત્યારબાદ જયેશ નામના ઈસમ દ્વારા 8 મે 2022ના રોજ સાંજે 6:30 કલાકે યુવતીને પોતાના બંગલા પર બોલાવવામાં આવી હતી.
જયેશના કહ્યા અનુસાર જ્યારે યુવતી તેના બંગલા પર ગઈ ત્યારે જયેશની સાથે બંગલા પર અન્ય 3 લોકો પણ હાજર હતા અને ત્યાં યુવતી સાથે તમામે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. જયેશની સાથે તેના મિત્ર યોગી અને અન્ય એક મિત્રએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતીએ આ તમામનો પ્રતિકાર કર્યો હોવાના કારણે નરાધમોએ યુવતીને મારમારી બળજબરીથી દુષ્કર્મ કર્યુ હતું. ત્યારબાદ તમામ ઇસમો યુવતીને ધમકી આપી હતી કે, આ બાબતે યુવતી કોઈને કહેશે તેને મારી નાખવામાં આવશે. યુવતીએ નરાધામોની ધમકીથી નહીં ડરીને સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે જયેશ સહિત 3 સામે ફરિયાદ નોંધીને 2 ઇસમોની ધરપકડ કરી હતી.