ઘરમાં સોલાર પેનલ લગાવો ને મફતમાં મળશે વીજળી, સરકાર આપી રહી છે પૈસા

ઘરમાં સોલાર પેનલ લગાવો ને મફતમાં મળશે વીજળી, સરકાર આપી રહી છે પૈસા

દેશમાં આ દિવસોમાં વીજળીનું સંકટ તોળાતું જોવા મળી રહ્યું છે. એક તરફ વીજમથકોને કોલસાના જથ્થામાં અછતનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફદેશમાં આ દિવસોમાં વીજળીનું સંકટ તોળાતું જોવા મળી રહ્યું છે. એક તરફ વીજમથકોને કોલસાના જથ્થામાં અછતનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ કાળઝાળ ગરમીમાં વીજકાપથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આવા કપરા સમયમાં વીજસંકટને દૂર કરવામાં ગ્રીન એનર્જી ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે.

આજે તમે તમારા ઘરની છત પર સોલર પેનલ્સ સરળતાથી સ્થાપિત કરી શકો છો, જેથી તમને જોઈતી વીજળી મળી રહે. આ કામમાં તમને મદદ કરવા માટે સરકાર પણ તૈયાર છે, તમારો સોલારનો ખર્ચ ઘટાડવા માટે સોલર પેનલ્સ પર સબસિડી પણ આપે છે. ચાલો જાણીએ સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલો થશે? અને સરકાર તરફથી કેટલી સબસિડી મળશે?

પહેલા તમારી જરૂરિયાત નક્કી કરો
જો તમે સોલર પેનલ લગાવવા માંગો છો તો સૌથી પહેલાં એ સમજો કે, તમારે કેટલી વીજળીની જરૂર છે. તમારા ઘરમાં કેટલા વિદ્યુત ઉપકરણો છે? તમને જણાવી દઈએ કે, તમારા ઘરમાં 2-3 પંખા, ફ્રિજ, 6-8 LED લાઈટ, 1 વોટર મોટર અને ટીવી જેવી વસ્તુઓ ચલાવવા માટે વીજળીની જરૂર પડે છે. આ માટે તમારે એક દિવસમાં 6થી 8 યુનિટ વીજળીની જરૂર પડશે.

મોનોપાર્ક બાયફિસિયલ સોલર પેનલ્સ એ હાલમાં નવી તકનીકની સોલર પેનલ્સ છે. તે આગળ અને પાછળની બંને બાજુથી વીજ શક્તિ ઉત્પન્ન કરે છે. જો તમે આવી ચાર સોલાર પેનલ લગાવશો તો તમને રોજની 6-8 યુનિટ વીજળી સરળતાથી મળી જશે. આ 4 સોલર પેનલ્સ લગભગ 2 કિલોવોટની હશે.

સરકાર આપી રહી છે સબસિડી
ભારતમાં સૌરઊર્જાને પ્રોત્સાહન આપવા માટે નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે સોલર રૂફ ટોપ સ્કીમ શરૂ કરી છે. તમે ડિસ્કોમ સાથે જોડાયેલા કોઈપણ વિક્રેતા દ્વારા તમારા ઘરની છત પર સોલર પેનલ્સ સ્થાપિત કરી શકો છો અને સબસિડી માટે અરજી કરી શકો છો. આમાં પાંચ વર્ષ સુધી વિક્રેતા દ્વારા રૂફટોપ સોલરની ગેરંટી પણ સામેલ હશે.

40 ટકા સુધી સબસિડી
જો તમે 3 કિલોવોટ સુધીની સોલર રૂફટોપ પેનલ લગાવો છો તો સરકાર તમને 40 ટકા સુધીની સબસિડી આપશે. આ સાથે જ જો તમે 10 કિલોવોટ સુધી સોલર પેનલ લગાવશો તો તમને 20 ટકા સબસિડી મળશે. આ યોજના રાજ્યોમાં સ્થાનિક વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ) દ્વારા ચલાવવામાં આવી રહી છે.

કેટલો ખર્ચ થશે?
જો તમે 2 કિલોવોટની સોલર પેનલ લગાવી રહ્યા છો તો તેની કિંમત લગભગ 1.20 લાખ રૂપિયા હશે, પરંતુ જો તમને સરકાર તરફથી 40 ટકા સબસિડી મળશે તો તમારો ખર્ચ ઘટીને 72 હજાર રૂપિયા થઇ જશે અને તમને સરકાર તરફથી 48 હજાર રૂપિયાની સબસિડી મળશે. સોલર પેનલનું આયુષ્ય 25 વર્ષ છે. આવી સ્થિતિમાં તમે એકસાથે આટલું રોકાણ કરીને લાંબા સમય સુધી મોંઘી વીજળીથી છૂટકારો મેળવી શકો છો અને તમને એક રીતે મફતમાં વીજળી મળશે.

આ રીતે લગાવો
સોલર રૂફટોપ લગાવવા માટે તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ https://solarrooftop.gov.in/ પર જવું પડશે. ત્યારબાદ તમારે સોલર રૂફટોપ માટે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. તમારી સામે બીજું નવું પેજ ખુલશે અહીં તમે રાજ્ય પ્રમાણે લિંક સિલેક્ટ કરો. ત્યારબાદ ફોર્મ ખુલશે. તેમાં તમારી બધી જ માહિતી ભરી દો. સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કર્યાના ૩૦ દિવસની અંદર ડિસ્કોમ દ્વારા સબસિડીની રકમ તમારા ખાતામાં જમા કરવામાં આવશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *