ભાવનગર / આ વૃદ્ધ માજીને આગળ પાછળ કોઈ નથી તે વાતની જાણ ખજુરભાઈને થઇ તો તરત જ ખજુરભાઈ માજીના દીકરા બનીને આવ્યા અને નવું ઘર બનાવી આપીને ગૃહપ્રવેશ કરાવ્યો તો માજી તેમના આંસુ રોકી જ ના શક્યા.
આપણે બધા લોકો આપણા પ્રિય ખજુરભાઈને તો ઓળખીએ જ છીએ, ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા ગરીબ અને નિરાધાર લોકોની વ્હારે આવીને તેમની બધી જ મદદ કરીને માનવતા મહેકાવી છે, ખજુરભાઈ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે દેવદૂત સાબિત થયા છે, ખજુરભાઈએ અત્યાર સુધી તેમના ખિસ્સાના કરોડો રૂપિયા વાપરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને નવા ઘર બનાવી આપીને રહેવા માટે આશરો આપ્યો છે.
જે સમયે સૌરાષ્ટ્રની ધરતી પર વાવાઝોડું આવ્યું તે સમયે ખજુરભાઈ ત્યાંના લોકોની સ્થિતિ જાણવા માટે પહોંચી ગયા હતા અને ત્યાં જઈને ખજુરભાઈએ તેમનાથી બનતી બધી જ મદદ કરીને માનવતા મહેકાવી હતી, હાલમાં ખજુરભાઈએ ઉનાળાની ગરમીથી બચવા માટે લોકોને કુલર આપીને માનવતા મહેકાવી હતી, ખજુરભાઈએ હાલમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દકાણા ગામમાં પ્રવીણાબેનનું ઘર બનાવ્યું હતું.
તેથી હાલમાં ખજુરભાઈએ પ્રવીણાબાના ઘરે એક નાનકડી પૂજા રાખી હતી અને ખજુરભાઈ આજે માજીને ઘરમાં ગૃહપ્રવેશ કરાવવાના હતા, તેથી હાલમાં ખજુરભાઈ વૃદ્ધ માજીના ઘરે પહોંચી ગયા હતા.
ખજુરભાઈને જોઈને ગામના ઘણા લોકો પણ પ્રવીણાબાના ઘરે રાખેલી પૂજા માટે ભેગા થયા હતા, જે સમયે ખજુરભાઈ પ્રવીણાબા પાસે પહોંચ્યા તે સમયે પ્રવીણાબા તેમના હરખના આંસુ રોકી જ શક્યા ન હતા.
ત્યારબાદ ખજુરભાઈએ પ્રવીણાબાને અને તેમના પરિવારના લોકોને ગૃહ પ્રવેશ કરાવીને પૂજા પાઠ કરાવ્યો હતો, ખજુરભાઈએ પ્રવીણાબેનને જીવન જરૂરિયાત બધી જ વસ્તુઓ પુરી પાડી હતી, તે પછી પ્રવીણાબેનને ખજુરભાઈને દિલથી આર્શીવાદ આપ્યા, આથી ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા ગરીબ લોકોની મદદ કરીને માનવતા મહેકાવી છે.