આ માજી ભીખ માંગી માંગીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, આ વાતની જાણ થતા ખજૂરભાઈએ માજીને પોતાની સગી “માં” સમજીને કરી એવી મદદ કે… માજીનું જીવન બદલાઈ ગયું…
આજે દુનિયામાં ઘણા એવા લોકો છે જે હંમેશા બીજા લોકોની સેવા કરવામાં જ તેમનો સમય પસાર કરતા હોય છે જેમાં સૌથી મોખરે જો કોઈ વ્યક્તિને ગણવામાં આવે તો તે આપણા ખજુરભાઈ છે. તેઓએ હાલ સુધી ઘણા પરિવારોનો આધાર બનીને તેમની મદદ કરી છે.
હાલમાં ફરી એક વખતે નિરાધાર વૃદ્ધ દાદીના દીકરા બનીને તેમની વહારે આવ્યા છે.આ દાદી તળાજાના દકાના ગામના છે અને તેમનું નામ પ્રવિણાબેન છે. તેમને એક દીકરો અને એક દીકરી છે જે માનસિક બીમાર છે.
આ દાદીનું ઘર વાવાઝોડામાં પડી ગયું હતું અને તેમને ઘરની જરૂરિયાત હતી તો ખજુરભાઈને આ વાતની જાણ થઇ તો સીધા ખજુરભાઈ દાદીને મળવા માટે પહોંચી ગયા. જયારે ખજુરભાઈ દાદીને મળ્યા તો દાદી રડવા લાગ્યા હતા.
દાદીએ તેમની સ્થિતિ વર્ણતા જણાવ્યું કે તેઓ રોજે રોજ માંગી માંગીને તેમનું પેટ ભરે છે તેમને બીજો કોઈ આધાર નથી. આટલું કહેતા કહેતા દાદી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને રડતા રડતા કહેવા લાગ્યા કે તેમની પાસે કાંઈજ નથી.
આ દાદીએ તેમના જીવનમાં કોઈ દિવસે સુખ નથી જોયું તેઓએ તેમના જીવનમાં દુઃખમાંથી જ પસાર થઈને તેમના દિવસો પસાર કર્યા છે.આ બધી જ વાત સાંભળતા જ ખજુરભાઈનું હૈયું રડી પડ્યું અને તરત જ ખજુરભાઈએ દાદીની બધી જ મદદ કરવાનું નક્કી કરી લીધું હતું.
ત્યારપછી દાદીનું ઘર પણ બનાવવાનું ચાલુ કરી દીધું હતું, સાથે સાથે દાદીની બીજી બધી જ જરૂરિયાતો દાદીના દીકરા બનીને પુરી કરી હતી. આમ ખજુરભાઈથી બીજા કોઈનું દુઃખ જોયું નથી જવાતું.