google-site-verification: googlec8654436f05b508b.html

બે ટંક ખાવાના પણ પૈસા નહોતા પંડ્યા ભાઈઓ પાસે, મેગી ખાઈને વિતાવ્યા દિવસો, IPLની ટ્રોફી જીતીને ઘરે આવતા જ કૃણાલ પંડ્યાએ શેર કરી આંખોમાં આંસુઓ લાવી દેનારી પોસ્ટ, જુઓ

બે ટંક ખાવાના પણ પૈસા નહોતા પંડ્યા ભાઈઓ પાસે, મેગી ખાઈને વિતાવ્યા દિવસો, IPLની ટ્રોફી જીતીને ઘરે આવતા જ કૃણાલ પંડ્યાએ શેર કરી આંખોમાં આંસુઓ લાવી દેનારી પોસ્ટ, જુઓ

IPL 2022 ખતમ થયા બાદ ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ઘરે પરત ફર્યો હતો. જીતની ખુશીમાં કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માએ તેનું ગ્રાન્ડ વેલકમ કર્યું હતું. જેની તસવીર કૃણાલે શેર કરી છે, સાથે જ તેણે આ સફળતા પાછળ હાર્દિકની કેટલી મહેનત છે તે જણાવ્યું છે.

IPL 2022માં ટીમ ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યા બાદ હાર્દિક પંડ્યા સોમવારે રાતે મુંબઈ પરત ફર્યો હતો. તેની સાથે પત્ની નતાશા સ્ટેનકોવિક અને દીકરો અગસ્ત્ય પણ હતા. એરપોર્ટ પર ભાઈ-ભાભી એટલે કે કૃણાલ પંડ્યા અને પંખુડી શર્મા તેમને લેવા માટે આવ્યા હતા. જુનિયર પંડ્યા ફેમિલી માટે આ એક સરપ્રાઈઝથી કમ નહોતું. ભાઈને જોતા જ હાર્દિક પંડ્યા તેને ભેટી પડ્યો હતો તો ઘણા સમય બાદ જેઠાણીને મળતાં નતાશા પણ ખુશ થઈ હતી. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે હાર્દિક પંડ્યાને વધુ એક સરપ્રાઈઝ મળી હતી. કૃણાલ તેમજ પંખુડીએ ઘર સજાવીને રાખ્યું હતું અને બાદમાં સાથે મળીને બધાએ સેલિબ્રેશન કર્યું હતું.

કૃણાલ પંડ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર હાર્દિક પંડ્યાની એક તસવીર શેર કરી છે, જેમાં ક્રિકેટરે ઓરેન્જ ટીશર્ટ અને બ્લેક ટ્રાઉઝર પહેર્યું છે. બેકગ્રાઉન્ડમાં બ્લેક અને ગોલ્ડન કલરના ફુગ્ગાની સાથે ફૂલથી કરવામાં આવેલું સુંદર ડેકોરેશન પણ જોઈ શકાય છે. બીજી તસવીર હાર્દિક પંડ્યા હાથમાં IPL 2022ની ટ્રોફી લઈને ઉભો હોય તેવી છે.

કૃણાલ પંડ્યાએ તસવીરના કેપ્શનમાં જે લખ્યું છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે, તેની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ હારી તેના દુઃખ કરતાં હાર્દિક પંડ્યાએ પોતાની જાતને સાબિત કરી બતાવ્યો તેની ખુશી વધારે છે. તેણે લખ્યું છે ‘મારો ભાઈ, માત્ર તું જ જાણે છે કે આ સફળતા પાછળ તે કેટલી મહેનત કરી છે- વહેલી સવારે ઉઠીને કલાકો સુધી ટ્રેનિંગ, શિસ્તતા અને માનસિક તાકાત, મહેતના ફળ સમાન ટ્રોફીને ઉંચકતો તને જોવો. તું તેને અને તેનાથી પણ વધારેને હકદાર છે. લોકોએ તારા વિશે ખરાબ લખ્યું પરંતુ તે ઈતિહાસ રચી દીધો. જ્યારે લાખો લોકો તને ચીયર કરી રહ્યા હતા ત્યારે કાશ હું પણ ત્યાં હોત.

પંડ્યા પરિવારમાં અગસ્ત્ય એક માત્ર નાનું બાળક છે. હાર્દિક અને નતાશા જેટલો જ અગસ્ત્યને પ્રેમ કૃણાલ અને પંખુડી કરે છે. તેઓ ઘણીવાર તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર અગસ્ત્ય સાથેની તસવીરો શેર કરતાં રહે છે. સેલિબ્રેશનનો એક બૂમરેંગ વીડિયો પંખુડીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે. જેમાં અગસ્ત્ય ટીશર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે અને તેને ફુગ્ગાથી રમવાની મજા પડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આ સાથે તેણે બે રેડ હાર્ટ ઈમોજી પણ મૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટી20 વર્લ્ડ કપમાં નબળા પર્ફોર્મન્સના કારણે હાર્દિક પંડ્યાને બહાર કરાયો હતો. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સે પણ રિટેન કર્યો નહોતો. જો કે, ટીમ ઈન્ડિયામાં તેનું કમબેક થયું છે. તેને સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની T20 સીરિઝમાં સ્થાન મળ્યું છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *