વડોદરામાં આ ફ્લેટમાં રહીને હાર્દિક પંડ્યાએ કર્યો હતો સંઘર્ષ, તસવીરો જોઈને નહીં આવે વિશ્વાસ
હાર્દિક પંડ્યાએ આઈપીએલની પહેલી સિઝનમાં જ ગુજરાતને ચેમ્પિયન બનાવી વિરોધીની બોલતી બંધ કરી દીધી છે. આઈપીએલની શરૂઆતમાં જે ગુજરાતની ટીમે નબળી પહેલવામાં આવતી તેણે જ ભલભલી ટીમને હરાવી પોતાનો દમ દેખાડ્યો છે. જે હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયામાંથી કાઢી મૂકવાની વાતો થતી હતી તેણે જ આઈપીએલમાં ગુજરાતને વિજેતા બનાવી પોતાની પ્રતિભા સાબિત કરી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કુનાલ પંડ્યાનું શરૂઆતનું જીવન ખૂબ સંઘર્ષ ભરેલું રહેલું છે. બંને પાસે એક સમયે બેટ લેવાના પણ પૈસા નહોતા.
હાલ મુંબઈમાં 30 કરોડ રૂપિયાના 8 BHK ઘરમાં રહેતા પંડ્યા બ્રધર્સ એક સમયે વડોદરામાં એક સામાન્ય 2 BHKના ફ્લેટમાં રહેતા હતા.
ક્રિકેટની દુનિયામાં નામ કમાયા પહેલા વડોદરામાં હાર્દિક પોતાના માતા-પિતા સાથે આ ઘરમાં રહેતો હતો. આ ઘરમાં જ હાર્દિક અને કુનાલે સંઘર્ષના દિવસો જોયા છે.
આ છે હાર્દિક પંડ્યાનું રસોડું જ્યાં એક સમયે બંને ભાઇ એ સાથે મળી ખાવાનું બનાવતા હતા. ઇન્ટીરિયરથી લઇને બધુ એક સામાન્ય વ્યક્તિના જીવનને દર્શાવે છે.
મિત્રો અને પરિવારની સાથે ગપશપ મારવા માટે આ હાર્દિકનો લિવિંગ રૂમ છે જ્યાં ચાની સાથે ટીવી પર મેચનો આનંદ ઉઠાવતા હતા.
હાર્દિક પંડ્યા ભગવાનમાં ખુબ જ આસ્થા રાખે છે. જેમ દરેક સામાન્ય વ્યક્તિના ઘરમાં પુજા કરવા માટે ખાસ સ્થાન હોય છે તેમ હાર્દિક પટેલના ઘરમાં પણ એક નાનું મંદિર હતું.
એકદમ સામાન્ય વ્યક્તિની જેમ જ હાર્દિક પંડ્યા આવા બેડરૂમમાં રહેતા હતા. જેને જોઇને તમને તમારા બેડરૂમની યાદ આવી જશે. જો કે હવે લગ્ન બાદ હાર્દિક અહીં રહેતો નથી. એક બીજા બેડરૂમમાં હાર્દિકના ભાઇ કૃણાલ રહેતો હતો.