વાસનાના ભૂખ્યા સસરા વહુ સાથે મનાવતા રંગરેલીયા, સગા દીકરા સાથે કર્યું આવુ….
હાલ એક ખૂબ જ શરમજનક સંબંધોનો મામલો સામે આવી રહ્યો છે. પુત્રવધૂના પ્રેમમાં પાગલ થઈને સસરાએ પોતાના જ કાળજાના કટકાનો જીવ લઇ લીધો. આ ઘટના આજથી 15 દિવસ પહેલાની છે, પરંતુ હાલ તપાસ બાદ પોલીસે આ ઘટનાક્રમ અંગે ચોંકાવનાર ખુલાસો કર્યો છે.
પોલીસે જણાવ્યું કે, પત્નીએ તેના પતિને લીંબુ શિકંજીમાં ઉંઘની ગોળીઓ મિક્સ કરીને તેને પીવડાવીને સૂવડાવી દીધો હતો. ત્યારબાદ સસરા-વહુ બંનેએ સાથે મળીને કરંટ લગાવીને તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટનાક્રમ ઘટ્યા બાદ પુત્રના પિતાએ આસપાસના લોકોને એવું કહ્યું કે, વીજળીનો કરંત લાગવાના કારણે તેનો પુત્રનું નિધન થયું. આ પછી આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી અને તપાસ બાદ પોલીસે જે ખુલાસો કર્યો તે સાંભળીને સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
આ ઘટનાક્રમ અંગે વિસ્તૃત માહિતી આપતા DCP હુક્મા રામ બિશ્નોઇએ જણાવ્યું હતું કે, મૃતકની પત્ની અને તેના પિતાએ આ હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે ખુલાસો કર્યો હતો કે, મૃતકને રાત્રે લીંબુ શિકંજીમાં નશીલી ઊંઘની ગોળીઓ મિક્સ કરીને આપવામાં આવી હતી અને જ્યારે તે આ શિકંજી પીને બેભાન થઇ ગયો ત્યારબાદ તેને વીજળીનો કરંટ આપીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. વહેલી સવારે મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, મૃતક હીરાલાલના નાના ભાઈએ તેની ભાભી સામે ગુનો નોંધાવ્યો હતો. 10 દિવસ બાદ મૃતકની લાશને તપાસ માટે કબરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે મૃતકની પત્નીની અટકાયત કરી તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી અને તેણે પોલીસ સામે જ તમામ રહસ્યો ખોલ્યા હતા.
આરોપી મહિલાએ જણાવ્યું કે, તેના સસરા સાથે તેના અવૈધ સંબંધ હતા અને તેનો પતિ તેમાં અવરોધ બની રહ્યો હતો. આ કારણોસર આ અવરોધને દૂર કરવા માટે સસરા-વહુએ કાવતરું ઘડીને હીરાલાલને કરંટ આપીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મૃતકના નાના ભાઈએ હત્યાની આશંકા સાથે કેસ દાખલ કર્યો હતો.
તપાસ બાદ જાણવા મળ્યું કે, પુત્રવધૂ અને સસરા વચ્ચેના અવૈધ સંબંધના કારણે તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ કેદ કરવામાં આવ્યા હતા. આ પૂછપરછ દરમિયાન મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, 25-04-2021ના રોજ સાંજે સસરાએ મને ઊંઘની બે ગોળી આપી હતી અને કહ્યું હતું કે, સાંજે આ ગોળી હિરાલાલને ખવડાવી દેજે અને જ્યારે તે બેભાન થઇ જાય ત્યારે તેને કરંટ આપવાનું કહ્યું હતું.
અમે બધા જમ્યા પછી સૂઈ ગયા અને સસરા, જેઠાણી અને તેના બાળકો બહાર સૂઈ ગયા. ત્યારબાદ રાત્રે સાડા અગિયાર વાગ્યે મે ગોળીઓ લીંબુ શિકંજીમાં ઉમેરીને મારા પતિને પીવડાવી દીધું, જેથી તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ મેં એક્સટેન્શન બોર્ડના વાયર મારા પતિના કાનમાં મૂક્યા અને કરંટ ચાલુ કર્યું. 10થી 15 મિનિટ સુધી સ્વિચ ચાલુ રાખી. મારા પતિ હલ્યા નહીં એટલે હું સૂઈ ગઈ અને આ સમય દરમિયાન તેમનું નિધન થયું.