google-site-verification: googlec8654436f05b508b.html

સિંગર સિદ્ધૂ મૂસેવાલાના અંતિમ દર્શનમાં અનેક ફેન્સ રડી પડ્યા, તેમના ફેવરેટ 5911 ટ્રેક્ટર પર કાઢવામાં આવ્યા, જુઓ ભાવુક તસવીરો

સિંગર સિદ્ધૂ મૂસેવાલાના અંતિમ દર્શનમાં અનેક ફેન્સ રડી પડ્યા, તેમના ફેવરેટ 5911 ટ્રેક્ટર પર કાઢવામાં આવ્યા, જુઓ ભાવુક તસવીરો

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના મૃત્યુથી લોકો હચમચી ગયા છે. જે રીતે 28 વર્ષના પ્રતિભાશાળી ગાયકને ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી તેનાથી માત્ર ગાયકના પરિવારને જ નહીં પરંતુ તમામ ચાહકો અને સેલેબ્સને પણ ઝટકો લાગ્યો છે. ગોળી વાગ્યા બાદ સિદ્ધુ મૂસેવાલાએ 29મી મેના રોજ અંતિમશ્વાસ લીધા હતા. સિદ્ધૂ મૂસેવાલાના અંતિમ સંસ્કાર આજે થશે. તેના માટે બપોરે લગભગ 12 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

મૂસેવાલાના અંતિમ સંસ્કાર ગામના શ્મશાન ઘાટમાં નહિ પરંતુ તેમના ખેતરમાં કરવામાં આવશે, જ્યાં તે પોતે ખેતી કરતા હતા. મૂસેવાલાનું ગઈકાલે 5 વાગ્યે ડોક્ટરોના બોર્ડે પોસ્ટમોર્ટમ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગોળી વાગવાને કારણે તેમને માથા, પગ, છાતી અને પેટમાં ખરાબ રીતે ઈજા પહોંચી હતી. મૂસેવાલાની અંતિમ યાત્રા તેમના ફેવરેટ 5911 ટ્રેક્ટર પર કાઢવામાં આવશે. મૂસેવાલાએ તેના ઘણા પંજાબી ગીતોમાં આ ટ્રેક્ટરનો ઉલ્લેખ કર્યો છે. તેને મોડીફાઈ કરાવીને ઘરમાં રાખવામાં આવ્યું હતું.

ડોક્ટરોને ગોળીઓનાં 24 નિશાન મળ્યાં છે. મૂસેવાલાના ડાબા ફેફસા અને લિવરમાં ગોળી વાગી છે. આ કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સિવાય વધુ લોહી વહી જવાના કારણે પણ તેમનું મોત થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. મૂસેવાલાની રવિવારે સાંજે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

મોટી સંખ્યામાં ફેન પહોંચી રહ્યા છે, શબ મોર્ચરીમાં જ રાખ્યું. સિદ્ધુ મૂસેવાલાની હત્યા પછી મોટી સંખ્યામાં તેમના ફેન મૂસા પહોંચી રહ્યા છે. એને ધ્યાનમાં રાખીને પોલીસે કડક બંદોબસ્ત કર્યો છે. બઠિંડા રેન્જના IG પીકે યાદવ અને બઠિંડાના SSP જે. અલેનચેજિયનને માનસાના SSP ગૌરવ તૂરાની સાથે જ રાખવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને શબને આખી રાત હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યું છે. આજે સવારે લગભગ સાડાઆઠ વાગ્યે શબને પરિવારને સોંપવામાં આવશે.

હાઈકોર્ટના સીટિંગ જજ તપાસ કરશે. મૂસેવાલા હત્યાકાંડની તપાસ હવે હાઈકોર્ટના સીટિંગ જજ કરશે. પંજાબના ગૃહ સચિવ અનુરાગ વર્માએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રારને પત્ર લખ્યો છે. મૂસેવાલાના પિતા બાલકૌર સિંહે આ માગ કરી હતી.

સિક્યોરિટી કાપ લીક પર હાઈકોર્ટે જવાબ માગ્યો. સિક્યોરિટી કાપ લીક પર હાઈકોર્ટે પંજાબ સરકાર પાસે જવાબ માગ્યો છે. પૂર્વ ડેપ્યુટી સીએમ ઓપી સોનીએ આ અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું કે માન સરકારે રાજકીય બદલા ના ભાગરૂપે સિક્યોરિટી પરત લઈ લીધી. એ પછી આ અંગેની માહિતીને સાર્વજનિક કરી દીધી. એને કારણે બધા માટે સુરક્ષાનો ખતરો સર્જાયો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *