અમર જવાન / કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા જવાન રમેશભાઈ જોગલના સ્મારકનું ઉપલેટામાં કરાયું અનાવરણ, જુઓ વિડિઓ
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના અને 1999 માં કારગીલ યુદ્ધમાં શહીદ થયેલ રમેશ વિક્રમભાઈ જોગલ 1/6/1980 ના રોજ એક વીર જવાનનો જન્મ થયો હતો, નામ એનું રમેશ. કારગીલ લડાઈમાં અદમ્ય સાહસ અને પરાક્રમથી લડી શહીદ વીર રમેશભાઈ જોગલ તા. 6/7/1999 ના રોજ માત્ર 19 વર્ષની વયે વીરગતિ પામ્યા.
મોટાભાઈના હસ્તે સ્મારકનું કરવામાં આવ્યું હતું ભૂમિ પૂજન ભારત દેશના યદુવંશી આહીર ક્ષત્રિય જ્ઞાતીની દેશભક્તિ અનેરી છે ત્યારે સૌરાષ્ટ્રની ભુમી પર તેનું સ્મારક હોવું જરુરી છે જેથી કરી આહીર યુવાનો દેશભક્તિ માટે પ્રેરાઈ અને રમેશભાઈ જોગલના બલિદાનને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ હેતુથી ઉપલેટા નજીક પોરબંદર હાઇવે પર આવેલ યાદવ હોટલની બાજુમાં શહીદ વીર રમેશભાઈ જોગલનું ભવ્ય સ્મારક બાનાંવામાં આવ્યું છે આ શહીદ વીર રમેશભાઈ જોગલના મોટાભાઈ હમીરભાઈ જોગલના વરદ હસ્તે ભૂમિપુજન કરવામાં આવ્યું હતું.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રહ્યા હાજર, આ સ્મારક તૈયાર થતા અનાવરણ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,સાંસદ રમેશ ધડુક,પૂર્વ મંત્રી,જવાહર ચાવડા,બાબુભાઈ બોખીરીયા, વાસણભાઇ આહીર, વિક્રમભાઈ માડમ, ભગવાનજીભાઈ બારડ, કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેર, લલિત વસોયા, કાંધલ જાડેજા, મુળુભાઇ બેરા.
તેમજ કર્નલ પ્રમોદ રમેશભાઈ અંબાસના, માજી સૈનિક સેવા ફાઉન્ડેન નાં પ્રમુખ જીતેન્દ્ર નિમાવત સહિતનાં અનેક રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ નિવૃત્ત ફૌજીઓ ખાસ ઉપસ્થિતિમાં ભોમની રક્ષા કાજે ટેન્કથી યુદ્ધે ચડેલા નવલોહિયા વીર શહીદ રમેશ જોગલની પ્રતિમાનું કારગિલ યુદ્ધના રીયલ હીરો પરમવીર ચક્ર કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવ અને વીર શહીદ રમેશ જોગલના માતુશ્રી જશીબેનનાં વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું.
શહીદ પરિવારોને એક કરોડ રૂપિયા આપવામાં આવે તેવી માગણી. આ કાર્યકમમાં કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવએ ભારતીય સેનામાં આહિર સમાજના અનેક યુવાનો દેશ હિત માટે ફરજ બજાવી રહ્યા હોય તો એક આહીર રેજીમેન્ટ નું નિર્માણ કરવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી તેમજ અન્ય એક કેપ્ટન દ્વારા સેનિકોની 14 માંગો છે જેમાં મુખ્ય માંગ છે તે સૈનિક વીર ગતિ પામે છે ત્યારે સરકાર દ્વારા જે એક લાખ રૂપિયા આપવામાં આવે છે તેમની જગ્યા પર એક કરોડ રૂપિયા આપવામાં આવે તેવી માગણી કરી હતી.
વધુમાં ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ધોરાજી ઉપલેટા નાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયા અનાવરણ વિધિના મંચ બન્ને સાથે નજરે પડ્યા હતા.