google-site-verification: googlec8654436f05b508b.html

યમનોત્રી નજીક બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને વારે આવ્યા મોરારીબાપુ, આટલા લાખ રૂપિયાની સહાય આપી…

યમનોત્રી નજીક બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને વારે આવ્યા મોરારીબાપુ, આટલા લાખ રૂપિયાની સહાય આપી…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે જેમાં અકસ્માતના કારણે એક જ ક્ષણમાં હસતા ખેલતા પરિવાર વિખેરાઈ ગયા હશે. થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશમાં બનેલી એક અકસ્માતની ઘટના સમગ્ર દેશને હચમચાવી દીધી હતી.

આ અકસ્માતની ઘટનામાં 25 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર યમનોત્રી પાસે એક બસ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં 25 જેટલા યાત્રીઓનાં કરુણ મૃત્યુ નિપજયા હતા. ત્યારે મોરારીબાપુ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય આપવા માટે આગળ આવ્યા છે.

બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મોરારીબાપુએ 1 લાખ 25 હજાર રૂપિયાની સહાય મોકલે છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના પન્ના જિલ્લા ખાતેથી એક યાત્રિક બસ દ્વારા શ્રદ્ધાળુઓ યમનોત્રીજીના દર્શન માટે ગયા હતા.

આ દરમિયાન 40 જેટલા યાત્રીઓથી ભરેલી બસ યમનોત્રી નજીક ખીણમાં પડી ગઈ હતી. આ ઘટનામાં 40 યાત્રીઓમાંથી 25 યાત્રીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે આ દુર્ઘટનામાં અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઇ ગયો હતો.

ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા યાત્રીઓના પરિવાર માટે પૂજ્ય મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના પરિવારને 5000 રૂપિયાની સહાય મોકલવાની જાહેરાત કરી છે. મોરારીબાપુની આ સહાયથી મૃતકોના પરિવારજનોને આર્થિક રીતે થોડીક સહાય મળશે.

પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃત્યુ પામેલા લોકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. યમનોત્રી નજીક બનેલા અકસ્માતની જાણ મોરારીબાપુ મોરારીબાપુએ પ્રત્યેક મૃતકના પરિવારને 5000 રૂપિયાની સહાય મોકલી છે. એટલે અકસ્માતમાં 25 મૃતકના પરિવાર માટે મોરારીબાપુએ 125000 રૂપિયાની સહાય મોકલી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *