google-site-verification: googlec8654436f05b508b.html

સ્ટેટ મોનીટરીંગ સેલના વડા સાથે સાથે નિર્લિપ્ત રાય ને સોંપાઈ વધુ એક મોટી જવાબદારી

સ્ટેટ મોનીટરીંગ સેલના વડા સાથે સાથે નિર્લિપ્ત રાય ને સોંપાઈ વધુ એક મોટી જવાબદારી

થોડા સમય પેહલા જ અમરેલી જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી SP તરીકે ફરજ બજાવતા નિર્લિપ્ત રાયની ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલમાં બદલી કરવામાં આવી હતી. નિર્લિપ્ત રાય ગુજરાતના IPS લોબીમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ પોણા 4 વર્ષ જેટલો સમય તેઓએ ફરજ નિભાવી હતી.

એસપી નિર્લિપ્ત રાય એ સ્ટેટ મોનીટરીંગ સેલના વડા તરીકે ચાર્જ સંભળતાની સાથેે જ દારૂ-જુગાર પર અંકુશ કરવાની શરૂઆત કરી દીધી હતી. જેને લઈ સોશિયલ મિડીયાના માધ્યમથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા એક નંબર વોટ્‌સઅપ નંબર ૯૯૭૮૯૩૪૪૪૪ (તેમજ ટોલ ફ્રી નંબર ૧૪૪૦૫) જાહેર કરી દારૂ-જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી આપવા માટે જણાવવામાં આવેલ હતું.

તેમની બદલી ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલના SP તરીકે કરવામાં આવી અને અહીં આવીને પણ તેમણે સપાટા બોલાવવાનું ચાલું રાખ્યું હતું.સ્ટેટ વિજિલન્સ સેલે જાન્યુઆરીથી 25મી એપ્રિલ સુધીમાં જ દારૂ-જુગારના 150થી વધુ ગુના નોંધીને સપાટો બોલાવી દીધો છે. આ ગુનાઓમાં 3 કરોડના દારૂના જથ્થા સાથે કુલ 6 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, એમાં પણ ક્વૉલિટી કેસ કરીને પોલીસ ઇન્સ્પેકટર સહિત ડઝનેક જેટલા પોલીસકર્મચારીઓ સસ્પેન્ડ કર્યા હતા

ત્યારે હવે ગુજરાતના 2 IPS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે. જેમાં IPS નિરજ બડગુજરને પોલીસમહા નિરીક્ષક પ્લાનિંગ & મોર્ડનાઇઝેશનની જવાબદારી સોંપવામાં આવી છે. તો IPS નિર્લિપ્ત રાયને પોલીસ મહાનિરીક્ષક કાયદો & વ્યવસ્થાની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

ગૃહ વિભાગનો નિર્ણય, પોલીસ મહાનિરીક્ષક, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈઝેશન, ગાંધીનગરની ખાલી જગ્યાનો વધારાનો હવાલો એન.એન.કોમર, આઈ.પી.એસ. (ગુજ:1996), અધિક પોલીસ મહાનિદેશક, કાયદો અને વ્યવસ્થા, ગાંધીનગર સંભાળી રહ્યાં છે. જ્યારે પોલીસ મહાનિરીક્ષક, કાયદો અને વ્યવસ્થા, ગાંધીનગરની ખાલી જગ્યાનો વધારાનો હવાલો એસ.જી.ત્રિવેદી, આઈ.પી.એસ. (ગુજ:1999), પોલીસ મહાનિરીક્ષક, સી.આઈ.ડી. (ક્રાઈમ), ગાંધીનગર સંભાળી રહ્યાં છે.

આ ચાર્જ સોંપણીની વ્યવસ્થામાં ફેરફાર કરી અન્ય હુકમો ન થાય ત્યાં સુધી પોલીસ મહાનિરીક્ષક, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈઝેશન, ગાંધીનગરની જગ્યાને પોલીસ અધિક્ષક સંવર્ગમાં ડાઉનગ્રેડ કરી સદર જગ્યા પર નિરજકુમાર બડગુજર, આઈ.પી.એસ. (ગુજ:2008)ની એટેચ તરીકે નિમણૂંક કરવામાં આવે છે જ્યારે પોલીસ મહાનિરીક્ષક, કાયદો અને વ્યવસ્થા, ગાંધીનગરની જગ્યાને પોલીસ અધિક્ષક સંવર્ગમાં ડાઉનગ્રેડ કરી સદર જગ્યાનો વધારાનો હવાલો નિર્લિપ્ત રાય, આઈ.પી.એસ. (ગુજ:2010), પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરને તેઓની હાલની કામગીરી ઉપરાંત સોંપવામાં આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *