google-site-verification: googlec8654436f05b508b.html

PUBGની લતએ કિશોરને બનાવ્યો માતાનો હ’ત્યારો: માતાએ ગેમ રમવાનું બંધ કરાવતા આર્મી પિતાની પિસ્તોલથી પુત્રે માતાનો જીવ લીધો

PUBGની લતએ કિશોરને બનાવ્યો માતાનો હ’ત્યારો:  માતાએ ગેમ રમવાનું બંધ કરાવતા આર્મી પિતાની પિસ્તોલથી પુત્રે માતાનો જીવ લીધો

PUBGના રમવા દેવાના કારણે ગુસ્સે થયેલા 16 વર્ષના છોકરાએ તેની માતાની ગોળ મારીને હત્યા કરી છે. તે પછી તે માતાના શબની સાથે ત્રણ દિવસ સુધી રહ્યો હતો. 10 વર્ષની બહેનને પણ ધમકાવીને રોકી રાખી હતી. મૃતદેહમાંથી દુર્ગંધ આવવાની શરૂઆત થયા પછી તેણે આર્મીમાં અધિકારી એવા પિતાને ફોન કરીને જણાવ્યું કે તેણે માતાની હત્યા કરી છે. પિતાએ આ અંગે પોલીસને જાણ કર્યા પછી મંગળવારે રાતે પોલીસે શબને બહાર કાઢ્યું હતું.

વારાણસીના રહેવાલી નવીન કુમાર સિંહ સેનામાં જૂનિયર કમીશન્ડ અધિકારી છે. તેમનું પોસ્ટિંગ હાલ પશ્ચિમ બંગાળમાં છે. લખનઉની પીજીઆઈ વિસ્તારમાં યમુનાપુરમ કોલોનીમાં તેમનું મકાન છે. ત્યાં તેમની પત્ની સાધના(40 વર્ષ) પોતાના 16 વર્ષના પુત્ર અને 10 વર્ષની છોકરીની સાથે રહેતી હતી. પુત્રએ મંગળવારે રાતે પોતાના પિતા નવીનને વીડિયો કોલ કરીને જણાવ્યું કે તેણે પોતાની માતાની હત્યા કરી દીધી છે. તેણે પિતાને શબ પણ દેખાડ્યું. નવીને તેમના એક સંબંધીને ફોન કરીને તાત્કાલિક પોતાના ઘરે મોકલ્યો.

પોલીસનો દાવો- મોબાઈલ ગેમ રમતો અટકાવ્યો તો મારી નાંખ્યો. ADCP કાશિમ આબ્દીના જણાવ્યા મુજબ, પુત્ર મોબાઈલ ગેમ રમવાની ટેવ ધરાવતો હતો, જોકે સાધના તેને ગેમ રમતો અટકાવતી હતી. શનિવારે રાતે પણ તેણે પુત્રને ગેમ રમતો અટકાવ્યો હતો. પુત્ર આ વાતથી નારાજ હતો. લગભગ 2 વાગ્યે જ્યારે સાધના ઉંધમાં હતી, તેણે માળીયામાંથી પિતાની પિસ્તોલ કાઢીને માતાની હત્યા કરી દીધી હતી. પછીથી બહેનને ડરાવી અને ધમકાવીને તે રૂમમાં બંધ કરી દીધી.

ભાઈના ભયથી નાની બહેન લાશની સાથે સુઈ રહેતી. પોલીસે મંગળવારે મોડી રાતે બહારનો ગેટ ખોલ્યો તો ઘરની અંદરથી ભયંકર ગંધ આવી રહી હતી. પોલીસ નાક પર રૂમાલ રાખીને અંદર દાખલ થઈ તો બેડ પર સાધનાની સડેલી લાશ પડી હતી. મૃતદેહ સડી ગયો હોવાના કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. આ જ રૂમમાં સાધનાની 10 વર્ષની છોકરી પણ હતી. પોલીસનો દાવો છે કે પુત્રએ બહેનની સામે માતાને ગોળી મારી હતી. આ ઘટનાના કારણે તે એટલી ડરી ગઈ કે ભાઈના કહેવા પર તે લાશની સાથે જ સૂઈ રહી હતી.

લાશની બાજુમાં જ પડી હતી પિસ્તોલ, પોલીસને સાધનાના મૃતદેહની પાસે નવીનની લાઈસેન્સી પિસ્તોલ મળી. પિસ્તોલનું મેગેઝીન સંપૂર્ણ રીતે ખાલી હતું. તેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પુત્રએ મેગેઝીનની તમામ ગોળીઓ માતા પર ચલાવી હતી. જોકે લાશ સડી ગઈ હોવાના કારણે શરીર પર ગન શોટ દેખાઈ રહ્યાં નહોતા. પોલીસે પુત્રની પૂછપરછ કરી, જોકે તેણે માતાને કેટલી ગોળી મારી તે માહિતી આપી નહોતી. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

બર્થ-ડેની રાતે માતા-પુત્રનો ઝઘડો થયો હતો. બીજી તરફ પોલીસનું કહેવું છે કે સાધના કોઈ વાતથી નારાજ થઈને પુત્રને સતત હેરાન કરી રહી હતી. ઓક્ટોબરમાં પુત્રનો જન્મદિવસ હતો. બર્થડેની રાતે માતાએ કોઈક એવી ફરિયાદ પિતાને કરી હતી, જેના કારણે બંનેમાં ખૂબ જ વિવાદ થયો હતો. તે પછીથી સાધના સતત પુત્રને હેરાન કરી રહી હતી. ઘટનાના બે દિવસ પહેલા 10 હજાર રૂપિયાની ચોરી કરવાનો આરોપ લગાવીને તેણે પુત્રને માર્યો હતો. તે જ દિવસે તેણે માતાની હત્યા કરવાનું વિચારી લીધું હતું.

પોલીસનું કહેવું છે કે પુત્રને તેની માતાની કોઈ આદતથી ખૂબ જ નફરત હતી. તેણે પોતાના પિતાને ઘણી વખત ફરિયાદ કરી હતી. તેમ છતાં માતામાં કોઈ ફેરફાર આવ્યો નહોતો. આ આદતથી કટાળીને પુત્ર એક વર્ષ પહેલા ઘર છોડીને જતો રહ્યો હતો. જોકે આ આદત શું હતી તે અંગે પોલીસે કોઈ જ વાત જણાવી નથી. હાલ પોલીસે પુત્રને પોતાની કસ્ટડીમાં લઈને 10 વર્ષની છોકરીને નવીનના ભાઈને સોંપી દીધી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *