google-site-verification: googlec8654436f05b508b.html

સુરજ ભુવાના માતા પિતાએ ન્યૂઝ પેપરમાં આપી એવી જાહેર નોટિસ કે વાંચી તમને પણ આંચકો લાગશે… જુઓ

સુરજ ભુવાના માતા પિતાએ ન્યૂઝ પેપરમાં આપી એવી જાહેર નોટિસ કે વાંચી તમને પણ આંચકો લાગશે… જુઓ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સૂરજ ભુવા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે જ્યાર થી તેમના પર એક યુવતીઓ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે, ત્યાર થી અનેક પ્રકારના ખુલાસાઓ સામે આવ્યા છે, છતાં પણ તેમની લોકપ્રિયતા અને તેમના ભક્તજનોમાં કોઈપણ જાતની અસર નથી પહોંચી ત્યારે તેમના જ માતા પિતા એ ન્યૂઝપેપર જાહેર નોટિસ આપીએ છે અને કહ્યું છે કે આમારો પુત્ર અમારા કહ્યા માં નથી. આ સિવાય તેમણે નોટિસમાં વિગતવાર માહિતી આપી છે.

આ ઘટના વિશે વધુ માહિતી જાણીએ તો નોટિસમાં લખ્યું છે કે આથી અમો નીચે સહી કરનારા (૧) લાખાભાઈ સામતભાઈ સોલંકી, ઉ.વ.પુખ્ત, તથા (૨) હંસાબેન લાખાભાઈ સોલંકી, ઉ.વ.પુખ્ત, બંને રહે. ભવનાથ, જુનાગઢ વાળા આ જાહેર નોટીસ આપી જાહેર જનતા તથા લાગતા વળગતાને જાણ કરીએ છીએ કે, અમો ઉપર જણાવેલ તથા નીચે સહી કરનારા ઉપરના સરનામે અમારા કુટુંબ સાથે રહીએ છીએ.

અમારા કુટુંબમાં અમારા કુટુંબના સભ્યો પૈકી અમારા પુત્ર નામે સુરજ લાખાભાઈ સોલંકી કે જેઓ અમારા કુટુંબની રીત રસમ ને અનુસરતા નથી અને અમારા કયામાં નથી અને સમાજમાં અમારી બદનામી થાય તેવું વર્તન વ્યવહાર કરતા આવેલ છે અને મનસ્વી રીતે જીવન જીવે છે.

આ ઉપ૨માં જણાવેલ અમારા પુત્ર સુરજ લાખાભાઈ સોલંકી, રહે. જુનાગઢ વાળા ને અમારી તમામ પ્રકારની સ્થાવર જંગમ મીલ્કત માંથી બે દખલ કરીએ છીએ અને ભવિષ્યમાં અમારી તમામ પ્રકારની સ્થાવર જંગમ મીલ્કતમાં તેઓ એટલે કે સુરજ લાખાભાઈ સોલંકીનો કોઈપણ પ્રકારનો હકક, હીસ્સો વિગેરે રહેશે નહીં અને તેઓ એટલે કે સુરજ લાખાભાઈ સોલંકી સમાજની કોઈપણ વ્યકિત કે અન્ય કોઈપણ સંસ્થા, બેન્ક, સરકારી બેન્ક, અર્ધસરકારી બેન્ક કે કોઈપણ ઓથોરીટી પરત્વે કોઈપણ પ્રકારનો વહીવટ કે વ્યવહાર કરે તો તેમાં અમો ઉપર જણાવેલ તથા નીચે સહી કરનારા.

(૧) લાખાભાઈ સામતભાઈ સોલંકી, ઉ.વ.પુખ્ત, તથા (૨) હંસાબેન લાખાભાઈ સોલંકી ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં કે અમોના હકક હીતને બંધનકર્તા રહેશે નહી. અને છતા પણ સમાજની કોઈ વ્યકિત કે કોઈપણ આવા પ્રકારના વ્યવહાર કે વહીવટ અમારા પુત્ર સુરજ લાખાભાઈ સોલંકી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરે તો તેની સંપુર્ણ જવાબદારી તેઓ એટલે કે વ્યવહાર વહીવટ કરનારા પક્ષકારો નો રહેશે અને તેમાં અમો આ જાહેર નોટીસ આપનારાની કોઈ જવાબદારી રહેશે નહીં કે અમારા કોઈ હકક હીતને બંધનકર્તા રહેશે નહી. જેની તમામે જાહેર જનતા તથા લાગતા વળગતાઓ એ નોંધ લેવી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *