રત્નકલાકારની દીકરી ધોરણ-12માં બે વિષયમાં 100 માંથી 99 માર્કસ લાવીને હીરાની જેમ ચમકી, દીકરીએ પિતાનું નામ રોશન કર્યું…
ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ઘણા સમયથી પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે જેનું કાલ રોજ પરિણામ આવી ગયું છે,ત્યારે ઘણા લોકોએ પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે મહેનત પણ કરી અને સફળતા મેળવી છે.એવી જ એક વિદ્યાર્થીની વિશે વાત કરીશું કે જેણે કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસ કે ક્લાસીસ વિના પોતાની જાતમહેનતે સફળતા મેળવી છે.
આ વિદ્યાર્થીની વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો ભાવનગર શહેરના દેવરાજ નગર વિસ્તારમાં રહેતા અને હીરાના એવો વ્યવસાય કરતા મુકેશભાઈની દીકરી એ વિધિ ડાંખરા પ્રકારના ટ્યુશન કર્યા વગર તેણે પોતાની જાતે જ મહેનત કરી અને એ વન ગ્રેડ મેળવી સિદ્ધી હાંસલ કરે છે. અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.
જ્યારે તેને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે શાળાએથી ઘરે આવીને પ્લાનિંગ સાથે રોજનું 8 થી 9 કલાકનું રીડિંગ કરતી.એટલું જ નહીં તેમણે કહ્યું કે મને ટીવી જોવાનો શોખ તો ખરા અને મોબાઈલ જોવાનો શોખ પણ વાંચવાના ટાઇમે વાંચી લેતી.
વિધિને પરિવાર તરફથી કોઈપણ પ્રકારનો અભ્યાસ માટે દબાણ આપવામાં આવતું ન હતું.તે પોતાની જાતે જ તેની રીતે જ મહેનત કરીને A1 ગ્રેડ લાવીને પોતાની સિદ્ધિઓ હાંસલ કરી છે.જે ખૂબ જ ગર્વની વાત કહેવાય. વિધિ બાળમંદિરથી જ સ્વામિનારાયણ ગુરુકુળ શાળામાં અભ્યાસ કરતી આવી હતી અને શાળાએથી પણ શિક્ષકોનો પૂરેપૂરો સપોર્ટ હતો.
વિધિ કોઈપણ પ્રકારના ટ્યુશનમાં જતી ન હતી. તે પોતે જ શાળાએથી ઘરે આવીને શિક્ષકોએ શાળાએ ભણાવ્યું હોય તેનું સંપૂર્ણ રીવીઝન ફરી કરતી હતી અને મન પરોવીને અભ્યાસમાં ધ્યાન આપી હતી. તેમના માતા પિતાએ જણાવ્યું હતું કે વિધિ પહેલેથી જ હોશિયાર હતી.
તેને કોઈપણ પ્રકારનું અભ્યાસ માટે દબાણ કરવામાં આવતું ન હતું અને તેથી જ તેને કોમર્સ પ્રવાહમાં રસ હોવાથી તેને એકાઉન્ટના વિષયો ખૂબ જ પસંદ હતા.તેથી એકાઉન્ટ વિષયમાં 99 માર્કસ મેળવ્યા છે અને વિધિના પરિવારજનોને ઈચ્છા છે કે વિધિ CA બને. પરંતુ વિધિને BCA કરી બેન્કિંગમાં જવાની ઈચ્છા છે અને તે મહેનત કરીને તેના લક્ષ્ય સુધી પહોંચશે.