google-site-verification: googlec8654436f05b508b.html

ઘડપણમાં જે લાકડીનો ટેકો બનવાનો હતો એ દીકરાની અર્થીને કાંધો આપતા બાપ ઉપર શું વીતી હશે, એ તો બાપ જ જાણી શકે…સિદ્ધૂ મૂસેવાલાના પિતાએ બે હાથ જોડીને જુઓ પાઘડી ઉતારી માંગ્યો ન્યાય

ઘડપણમાં જે લાકડીનો ટેકો બનવાનો હતો એ દીકરાની અર્થીને કાંધો આપતા બાપ ઉપર શું વીતી હશે, એ તો બાપ જ જાણી શકે…સિદ્ધૂ મૂસેવાલાના પિતાએ બે હાથ જોડીને જુઓ પાઘડી ઉતારી માંગ્યો ન્યાય

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા. મૂસેવાલાના પિતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે તમારી આંખમાં પણ આંસુ લાવી દેશે.

પંજાબી યુવા સિંગર સિદ્ધુ મૂસેવાલાની અચાનક હત્યા બાદ તેના પરિવાર સહિત ફેન્સ હજુ પણ સ્તબ્ધ છે. તો યુવાન દિકરાના મોતે માતા-પિતાને હચમચાવી દીધા છે. આજે મૂસેવાલાના અંતિમ સંસ્કારમાં હજારો લોકો સામેલ થયા હતા. હવે તેમના પિતાના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે જે જોઈને તમારી આંખમાં પણ પાણી આવી જશે. પિતા બલકૌર સિંહે પોતાની પાઘડી ઉતારી દુખ વ્યક્ત કર્યુ અને ન્યાયની માંગ કરી છે.

હજારો લોકોની સામે આ રીતે પાઘડી ઉતારી પુત્રને અંતિમ વિદાય આપતા એક પિતાને જોવા લોકો માટે પણ સરળ નહોતો. મહત્વનું છે કે યુવા સિંગર સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. તેમના પૈતૃક ગામમાં આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સિદ્ધુ મૂસેવાલાના પિતાએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પત્ર લખી ન્યાયની માંગ કરી છે. તેમણે વર્તમાન જજ પાસે હત્યાની તપાસ કરાવવાનીમાંગ કરી છે. તો પંજાબ સરકારને હાઈકોર્ટમાં ન્યાયીક તપાસની અપીલ કરી છે. મહત્વનું છે કે યુવા સિંગરની હત્યાના એક દિવસ પહેલા પંજાબ સરકારે મૂસેવાલાની સુરક્ષા ઘટાડી દીધી હતી. જેને લઈને માન સરકારની આલોચના થઈ રહી છે.

ગાયક મૂસેવાલાના માતા-પિતાનો અન્ય એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમના માતા તેમના પિતાના સાંત્વના આપી રહ્યા છે. બંને પુત્રના મૃતદેહ પાસે રડી રહ્યા છે. લોકો પ્રમાણે અંતિમ યાત્રા પહેલા પિતાએ પુત્ર મૂસાવાલાની મૂછોં પર તાવ આપ્યો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *