google-site-verification: googlec8654436f05b508b.html

સિંગર KK નું કોલકાતામાં થયું હતું નિધન, છેલ્લા શો દરમિયાન ગાયું આ ગીત.. જુઓ તેમનો અંતિમ વિડિઓ…

સિંગર KK નું કોલકાતામાં થયું હતું નિધન, છેલ્લા શો દરમિયાન ગાયું આ ગીત.. જુઓ તેમનો અંતિમ વિડિઓ…

કેકે તરીકે જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથનું મંગળવારે કોલકાતામાં અવસાન થયું. અધિકારીઓએ જણાવ્યું કે નઝરુલ મંચ ખાતે એક કોલેજ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે કેકે લગભગ એક કલાક સુધી ગીતો ગાયા બાદ પોતાની હોટલ પરત ફર્યા ત્યારે તેઓ અસ્વસ્થતા અનુભવતા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ગાયકને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

હમ રહે યા ના રહે, યાદ આયેંગે વો પલ..ગીત ગાયું હતું. પરંતુ દુઃખદ સંયોગ એવો છે કે તેઓ પોતાનું સૌથી વધુ લોકપ્રિય ગીત હમ રહે યા ના રહે, યાદ આયેંગે વો પલ.. છેલ્લા શો દરમિયાન આ ગીત ગાયું હતું.સિંગર KK ના છેલ્લા શોનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કેકેના આ ગીતો ખુજ લોકપ્રિય હતા. કેકેના ગીતો પૈકી જે તેમના ચાહકોમાં ખૂબ જ પ્રિય હતા, ‘યારોં’ ખૂબ ચર્ચામાં હતું. આ સિવાય સલમાન ખાન, અજય દેવગન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના ગીત ‘ટડપ તડપ કે ઇસ દિલ’એ અનોખી છાપ છોડી હતી. આ સાથે જ ફિલ્મ બચના-એ-હસીનનું ‘ખુદા જાને’, ફિલ્મ કાઈટ્સનું ‘ઝિંદગી દો પલ કી’, ફિલ્મ જન્નતનું ‘ઝરા સા’, ફિલ્મ ગેંગસ્ટરનું ‘તુ હી મેરી શબ હૈ’.

શાહરૂખ ખાનની ફિલ્મનું ઓમ શાંતિ ઓમ.આ ઉપરાંત ફિલ્મ ‘આંખો મેં તેરી અજબ સી’, બજરંગી ભાઈજાનનું ‘તુ જો મિલા’, ફિલ્મ ઈકબાલનું ‘આશાયિન’ અને ફિલ્મ અજબ પ્રેમ કીનું ‘મૈં તેરા ધડકન તેરી’ ગીત. ગઝબ કહાની તેના ચાહકોમાં સૌથી વધુ લોકપ્રિય હતી.

કૃષ્ણ કુમાર કુન્નથ ઉર્ફે KK કોણ છે? કૃષ્ણકુમાર કુન્નાથ કેકે તરીકે જાણીતા હતા એક ભારતીય પ્લેબેક સિંગર હતા. તેમણે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, આસામી અને ગુજરાતી ભાષાઓની ફિલ્મોમાં ગીતો રેકોર્ડ કર્યા છે. તેઓ તેમની પેઢીના સૌથી બહુમુખી ગાયકોમાંના એક તરીકે ગણવામાં આવે છે. 31મી મે 2022ની રાત્રે કૉલેજ ફેસ્ટમાં પર્ફોર્મ કરતી વખતે કોલકાતાના નઝરુલ મંચ ખાતે કાર્ડિયાક અરેસ્ટથી તેમનું અવસાન થયું છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *